Pumpkin Seeds: આયુર્વેદિક ગુણોનો ભંડાર છે આ ફળ, તેના બીજમાં પણ રહેલા છે અનેક ફાયદા
Pumpkin Seeds: જ્યારે પણ આપણે કોળાને છોલી અથવા કાપીએ છીએ ત્યારે તેના બીજને નકામા ગણીને કચરામાં ફેંકી દઈએ છીએ, પરંતુ તે કરવાથી તમે તેનો ફાયદો ઉઠાવી શકતા નથી.
Pumpkin Seeds Health Benefits: કોળુ એક એવું ફળ છે જેનો મોટાભાગના ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેનું શાક, ભજીયા અને હલવો પણ બનાવવામાં આવે છે. તો સાઉથ ઇન્ડિયામાં તેની મદદથી સાંભર તૈયાર કરવામાં આવે છે. જ્યારે આપણે બજારમાં કોળુ ખરીદવા જઈએ છીએ તો પ્રયત્ન એવો કરીએ છીએ કે તેમાં બીજ ના હોય, પરંતુ જ્યારે કોળુ આપણે ઘરમાં કાપીએ છીએ તો તેમાંથી બીજ નીકળે છે તેને આપણે નકામા ગણીને કચારમાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શખે છે, કેમ કે તેનો ફાયદો તમને નહીં મળે. આ બીજમાં ઘણા પ્રકારના કાર્બોનિક રસાયણ અને ન્યુટ્રિએનટ્સ મળે છે.
કોળાના બીજના ફાયદા
કોળાની જેમ તેના બીજમાં પણ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. તેમાં ફાયબર, કાર્બસ, પ્રોટીન, ફેટ, વિટામિન સી, વિટામિન કે, ફોસ્ફોરસ, મેગ્નીઝ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. જે આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારે ફાયદો પહોંચાડે છે. આવો જાણીએ કે આ બીજ આપણા કેવી રીતે કામ આવી શકે છે.
આ પણ વાંચો:- મહેતા સાહેબની એન્ટ્રી બાદ પણ શોમાંથી ગાયબ જેઠાલાલ, આ કારણથી નહીં જોવા મળે દિલિપ જોશી
1. હાર્ટની બીમારી થશે દૂર
ભારત સહિત આખી દુનિયામાં હાર્ટના દર્દીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. એવામાં જરૂરી છે કે આપણે હેલ્ધી વસ્તુઓનું સેવન કરીએ. હાર્ટ એટેકથી બચવા માટે તમારે દરરોજ લગભગ 2 ગ્રામ કોળાના બીજ ખાવા જોઇએ. તેમાં રહેલું પોટેશિયમ, ફાયબર અને વિટામિન સી આપણા હાર્ટને ખતરાથી બચાવે છે.
આ પણ વાંચો:- જો પુરૂષોમાં છે શ્વાનના આ 5 ગુણ તો નહીં થાય વિવાહિત જીવનમાં સમસ્યા, પત્ની રહેશે હમેશા સંતુષ્ટ
2. સાંધાના દુખાવા માટે ફાયદાકારક
વધતી ઉંમરન સાથે સાંધાના દુખાવાની ઘણી સમસ્યા રહે છે. સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે તમારે કોળાના બીજનું સેવન કરવું જોઇએ, કેમ કે આ નેચરલ હર્બની જેમ કામ કરે છે અને પીડાથી રાહત અપાવે છે.
આ પણ વાંચો:- સદી બાદ કોહલીની રેંકિંગમાં જબરદસ્ત ઉછાળો, હવે આ પોઝિશન પર જમાવ્યો કબજો
3. થાકમાંથી છૂટકારો
આજકાલની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ અને ઓછી ઉંઘના કારણે દિવસભર થાક અનુભવાય છે. એવામાં તમે કોળાના બીજનું સેવન કરો છો તો તેનાથી બ્લડ અને એનર્જી વધશે. જેના કારણે તમે નવા જોશ સાથે કામ કરી શકશો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube