Rajasthani Papad Sabji Recipe: દિવસની શરૂઆત થાય ત્યાંથી લઈને રાત સુધી મહિલાઓનો સૌથી ગંભીર પ્રશ્ન એ હોય છે કે પરિવાર માટે ભોજનમાં શું નવું બનાવવું ? સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રે ભોજનમાં શું બનાવવું તેની સૌથી મોટી મૂંઝવણ હોય છે. તો આજે તમને ભોજન માટે એક નવો વિકલ્પ આપીએ. આ શાક રાજસ્થાનમાં ખૂબ જ ફેમસ છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વટાણા બટેટાના શાકને આપો શાહી ટ્વીસ્ટ, આંગળા ચાટી ચાટીને ખાશે બધા અને કરશે વાહ વાહ...


છુટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવવાનું જાણી લો સીક્રેટ, આ રીતે દર વખતે બનશે મસ્ત


ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગ કરો અને સ્વાદ પણ રહેશે સારો


પાપડનું શાક બનાવવાની સામગ્રી

6 પાપડ
વધારે માટે તેલ
જીરું 1/2 ચમચી
એક ચપટી હિંગ
ઝીણી સમારેલી એક ડુંગળી
આદુ લસણની પેસ્ટ 1/2 ચમચી
ઝીણા સમારેલા ટમેટા 2
હળદર પાવડર 1/2 ચમચી
મરચું પાવડર 1/2 ચમચી
ધાણા પાવડર 1/2 ચમચી
જીરું પાવડર 1/2  ચમચી
ગરમ મસાલો 1/2  ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
2 કપ પાણી


પાપડનું શાક બનાવવાની રીત


સૌથી પહેલા પાપડના નાના ટુકડા કરી તેને એક તરફ રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. ત્યાર પછી તેમાં ડુંગળી આદુ લસણની પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો. ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી ત્રણ મિનિટ સુધી પકાવવો.


મસાલા બરાબર સંતળાઈ જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં પાણી ઉમેરીને ઉકળવા દો. પાણી બરાબર ઉકળી જાય એટલે પાપડના ટુકડા તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો. એક મિનિટ માટે પાપડને ગ્રેવીમાં સોફ્ટ થવા દો અને પછી ગરમાગરમ રોટલી અથવા તો ભાત સાથે પીરસો.