Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો, 1 મહિના સુધી કરી શકો છો સ્ટોર
Gravy Recipe: જો તમારે પણ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાકની ગ્રેવી બનાવવી હોય તો આજે તમને તેની સાચી રીત જણાવીએ. આ માપ સાથે એકવાર ગ્રેવી બનાવીને સ્ટોર કરી લેશો તો એક મહિના સુધી તેને સાચવી શકશો અને સાથે જ દર વખતે ટેસ્ટી સબ્જી બનાવી શકશો.
Gravy Recipe: ભારતીય ઘરમાં રોજ અલગ અલગ પ્રકારના શાક બને છે. પરિવારના લોકોને ડિમાન્ડ રોજ અલગ અલગ હોય છે. ખાસ કરીને પંજાબી સ્ટાઇલ સબ્જી ખાવી નાના મોટા સૌ કોઈને ગમે છે. પરંતુ તેના માટે ગ્રેવી તૈયાર કરવી કલાકોનું કામ હોય છે. ઘણા લોકોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી ઘરે બનતી પણ નથી. આમ થવાનું કારણ હોય છે કે તેઓ ગ્રેવી બનાવવાની સિક્રેટ ટીપ્સ જાણતા નથી. આજે તમને પરફેક્ટ માપ સાથે ગ્રેવી કેવી રીતે બનાવવી તે જણાવીએ. આ માપ અને મસાલા સાથે જો તમે ઘરે ગ્રેવી બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી ઘરે પણ સરળતાથી બની જશે. કારણ કે બધું જ જાદુ ગ્રેવી ના હોય છે. જો તમે એકવાર ટેસ્ટી ગ્રેવી બનાવવાનું શીખી લીધું તો પછી કોઈપણ સબ્જી બનાવવી ચપટી વગાડવા જેવું સરળ કામ હશે.
આ પણ વાંચો: Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
પંજાબી શાકની ગ્રેવી બનાવવાની રીત
- સૌથી પહેલા એક કિલો ડુંગળી અને 1 કિલો ટમેટાને સમારી લેવા.
- એક મોટા વાસણમાં બે ચમચા તેલ ગરમ કરવું. તેમાં તમાલપત્ર તજ લવિંગ કાળા મરી જીરુ ઉમેરો. મસાલા સંતળાઈ જાય પછી તેમાં ત્રણ ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. અને ધીમા તાપે શેકો.
- આદુ અને લસણ શેકાઈ ગયા પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમા તાપે ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. ડુંગળી સંતળાઈ જાય પછી સમારેલા ટામેટા ઉમેરો અને બધી જ વસ્તુને ઢાંકીને પકાવો.
આ પણ વાંચો: બસ 1 મહિનો આ સફેદ વસ્તુઓ નહીં ખાવ તો કંઈ પણ કર્યા વિના ઝડપથી ઘટવા લાગશે વજન
- એક વાટકીમાં 10 થી 15 કાજુ પલાળી દેવા. કાજુ પલળી જાય પછી તેની પેસ્ટ કરીને અલગ રાખો.
- જ્યારે ટમેટાનું પાણી બળી જાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય તો ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય પછી તેમાંથી ખડા મસાલા કાઢી અને અન્ય વસ્તુને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.
- હવે અન્ય એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને ટમેટાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. સાથે જ તેમાં કાજુની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે શેકો.
આ પણ વાંચો: શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે
- પાંચથી દસ મિનિટ પછી આ પેસ્ટમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર મિક્સ કરી ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી તેમાં થોડું ગરમ પાણી ઉમેરો.
- જ્યારે ગ્રેવી માંથી ફરીથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં કસૂરી મેથી ઉમેરો અને ઉપરથી થોડું દેશી ઘી ઉમેરો. પાંચ મિનિટ ધીમા તાપે સાંતળો અને ગેસ બંધ કરી દો. તૈયાર છે પંજાબી શાકમાં વપરાય તેવી ગ્રેવી. આ ગ્રેવીને ઠંડી કરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.