બદલતા વાતાવરણના કારણે જો થઈ જાય શરદી ઉધરસ તો પી લેજો Immunity Booster જીંજર ગાર્લિક સૂપ
Immunity Booster Soup: હાલ જ્યારે બદલતા વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેક્શન વધી રહ્યા છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો જીંજર ગાર્લિક સૂપ બનાવીને પીવાનું રાખો. આ સૂપ પીવાથી શરદી ઉધરસ જેવી સમસ્યા દવા વિના જ મટી શકે છે.
Immunity Booster Soup: લસણ અને આદુ બે એવી વસ્તુ છે જેની તાસીર ગરમ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુને દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. લસણ અને આદુમાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાલ જ્યારે વાયરસનું જોખમ વધી રહ્યું છે અને બદલતા વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેક્શન વધી રહ્યા છે ત્યારે જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો જીંજર ગાર્લિક સૂપ બનાવીને પીવાનું રાખો. આજે તમને જીંજર ગાર્લિક સૂપ કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીએ. ખુબ સરળ રીતે તમે આ સુપ ઘરે બનાવી શકો છો. આ સૂપ પીવાથી શરદી ઉધરસ જેવી સમસ્યા દવા વિના જ મટી શકે છે.
આ પણ વાંચો:
ઘરે બનાવવી હોય પંજાબી સ્ટાઈલ એકદમ જાડી અને ક્રીમી લસ્સી તો ફોલો કરો આ સરળ રીત
બપોરે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો બનાવો છાશ રોટલી, 10 મિનિટમાં થઈ જશે તૈયાર
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર
જીંજર ગાર્લિક સૂપ બનાવવાની સામગ્રી
બે ઇંચ નો આદુનો ટુકડો
10 લસણની કળી
બે ચમચી કોર્નફ્લોર
બે ચમચી ગાજરના ટુકડા
અડધી ચમચી મરી પાવડર
અડધી ચમચી લીંબુનો રસ
એક ચમચી માખણ
મીઠું સ્વાદ અનુસાર
સૂપ બનાવવાની રીત
સૌથી પહેલા આદુ અને ગાજરને બરાબર સાફ કરીને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા. લસણના પણ ટુકડા કરી લેવા અથવા તો વાટી લેવું. ત્યાર પછી એક પેનમાં માખણ ઉમેરો અને ધીમાં તાપે તેમાં આદુ અને લસણને એક મિનિટ સુધી શેકો. ત્યાર પછી તેમાં ગાજર ઉમેરો અને બે મિનિટ સુધી સાતડો. પાંચ મિનિટ પછી જરૂર અનુસાર પાણી ઉમેરો અને તેને પાંચ મિનિટ ઉકાળો. પાણીપુરી જાય એટલે તેમાં નમક અને મરી પાવડર ઉમેરો. અન્ય એક બાઉલમાં કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીને સ્લરી બનાવી લો. હવે તેને સૂપમાં ઉમેરી અને દસ મિનિટ સુધી ઉકાળો. સૂપ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને લીંબુનો રસ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.