ઘરે બનાવવી હોય પંજાબી સ્ટાઈલ એકદમ જાડી અને ક્રીમી લસ્સી તો ફોલો કરો આ સરળ રીત

Punjabi style thick and creamy lassi: જ્યારે લસ્સીની વાત આવે છે ત્યારે પંજાબ યાદ આવી જાય છે. ઘરે બનતી લસ્સી ક્રીમી અને એકદમ જાડી બનતી નથી. તો પંજાબ જેવી ક્રીમી અને જાડી લસ્સી તમારે ઘરે બેઠા બનાવવી હોય તો તમે આ રીત ફોલો કરી શકો છો.

ઘરે બનાવવી હોય પંજાબી સ્ટાઈલ એકદમ જાડી અને ક્રીમી લસ્સી તો ફોલો કરો આ સરળ રીત

Punjabi style thick and creamy lassi: જ્યારે લસ્સીની વાત આવે છે ત્યારે પંજાબ યાદ આવી જાય છે. ગરમીના દિવસોમાં પંજાબની લસ્સીનો એક ગ્લાસ તમને તરો-તાઝા બનાવી શકે છે. જો કે લસ્સી હવે ગુજરાતમાં પણ દરેક જગ્યાએ મળે છે અને લોકો ઘરે પણ લસ્સી બનાવતા હોય છે. લોકો અલગ અલગ પ્રકારના ફ્લેવર એડ કરીને લસ્સી પીવાનું પસંદ કરે છે. ઉનાળામાં ખાસ તો મેંગો ફ્લેવર, રોઝ ફ્લેવર, પિસ્તા લસ્સીનો સ્વાદ લોકોના દિલ જીતી લે છે. પરંતુ ઘરે બનતી લસ્સી ક્રીમી અને એકદમ જાડી બનતી નથી. તો પંજાબ જેવી ક્રીમી અને જાડી લસ્સી તમારે ઘરે બેઠા બનાવવી હોય તો તમે આ રીત ફોલો કરી શકો છો.

સામગ્રી

બે કપ દહીં
4થી 5 ચમચી ખાંડ
અડધો કપ પાણી
એક નાની ચમચી ઈલાયચી પાઉડર
ત્રણ ચમચી મલાઈ (ક્રીમ)
બરફનાં 5-6 ટુકડા

પંજાબી લસ્સી બનાવવાની રીત

એકદમ સરસ પંજાબી લસ્સી બનાવવા માટે દહીં એકદમ જાડુ અને ફ્રેશ હોય તે જરૂરી છે. સૌથી પહેલા દહીંને એક જગમાં નાંખો અને સતત હલાવતા રહો. આ દરમિયાન બિલકુલ પણ પાણી એડ ન કરવું. લસ્સીને વધારે ઘટ્ટ બનાવવા માટે દહીંની સાથે થોડી મલાઈ એડ કરીને મિક્સ કરી લો. જ્યારે દહીં બરાબર મથી જાય ત્યારે તેમાં ખાંડ નાંખીને હલાવી લો. જ્યારે ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરી લો. જો કોઈ ફ્લેવરવાળી લસ્સી પીવી હોય તો આ સ્ટેજ પર ફ્લેવર એડ કરી શકો છો. ત્યારબાદ ગ્લાસમાં બરફના ટુકડા નાંખીને સર્વ કરો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news