Recipe: જ્યારે પણ ઘરે જમવા માટે મહેમાન આવવાના હોય ત્યારે રેસ્ટોરન્ટ જેવી પંજાબી સબ્જી, દાળ અને રાઈસ તો બની જાય છે પરંતુ તંદુરી રોટી બનતી નથી. મોટાભાગે ગૃહિણીઓ માને છે કે ઘરમાં તંદુરી રોટી ન બની શકે. પરંતુ તમને જણાવી દઈએ કે તંદૂરી રોટી ઘરે તંદુર વિના પણ બની શકે છે. રેસ્ટોરન્ટ જેવી જ તંદુરી રોટી બનાવવા માટે તમે ઘરમાં રહેલા કુકર નો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ કે ઘરે કુકરમાં તંદૂરી રોટી કેવી રીતે બનાવવી અને રેસ્ટોરન્ટ જેવી જ તંદુરી રોટી બનાવવા માટે કઈ કુકિંગ ટિપ્સને ફોલો કરવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંદુરી રોટી બનાવવાની સામગ્રી


આ પણ વાંચો: શરીર પર જામેલા ચરબીના થરથી મુક્તિ અપાવશે આદુ, વજન ઓછું કરવા આ રીતે કરો ઉપયોગ


ઘઉંનો લોટ એક વાટકી
મેંદો અડધી વાટકી
મીઠું સ્વાદ અનુસાર
દહીં
દેશી ઘી
પાણી


તંદુરી રોટી બનાવવાની રીત


તંદુરી રોટીનો લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ મેંદાનો લોટ અને મીઠું બરાબર મિક્સ કરો. ત્યાર પછી તેમાં દહીં ઉમેરો અને લોટને સારી રીતે મિક્સ કરી દો. આ લોટ દહીંથી જ બાંધવો. લોટ બંધાઈ જાય પછી તેના પર થોડું ઘી લગાડીને રોટીના લોટને ઢાંકીને સોફ્ટ થવા માટે રાખો. 


આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ


30 મિનિટ પછી રોટલીના લોટને બહાર કાઢી બરાબર મસળી લો. ત્યાર પછી ફરીથી તેને 30 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો. હવે જ્યારે રોટી બનાવવી હોય ત્યારે લોટમાંથી રોટી માટેના લુઆ બનાવો. તેને પણ ભીના કપડા નીચે ઢાંકીને રાખો. 


હવે ગેસ ઉપર એક ખાલી કુકરને બરાબર ગરમ કરવા મુકો. રોટી બનાવવા માટે પાંચ લીટરના કુકરનો ઉપયોગ કરવો જેથી તમે એકસાથે વધારે રોટી બનાવી શકો. કુકર આખું ગરમ થઈ જાય પછી તૈયાર કરેલા લુઆમાંથી મીડીયમ સાઇઝની રોટી બનાવો. હવે રોટીની એક સાઇટ પર પાણી લગાવી તેને કુકરની એક તરફ ચિપકાવી દો. 


આ પણ વાંચો: Year Ender 2023: ભારતમાં આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થઈ આ 5 વાનગીઓ બનાવવાની રીત


એક કુકરમાં તમે ત્રણ રોટી આરામથી શેકી શકો છો. પાંચ મિનિટની અંદર જ તમારી રોટી તંદુરમાં હોય તેવી શેકાવા લાગશે. રોટી ને શેકવા માટે તમે કુકરને ગેસની આંચ પર ફેરવી પણ શકો છો. બે થી ત્રણ મિનિટ પછી રોટલીમાં જ્યારે બબલ બનવા લાગે તો કુકરને ગેસની ઉપર ઊંધું કરીને ગેસની આંચ પર ત્રણેય રોટીના ઉપરના પડને પણ શેકી લો. રોટી ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢો તેના પર બટર લગાડો અને ગરમા ગરમ સર્વ કરો.