દિલ તૂટ્યા પછી ગીતો સાંભળીને કેમ આંખો થઈ જાય છે ભીની...જાણો જિંદગી કેમ થઈ જાય છે રમણભમણ...
દિલ તૂટ્યા પછી લોકો પોતાના સાથીની યાદમાં બ્રેકઅપ (Breakup Song) અથવા સેડ સોન્ગ (Sad Songs) સાંભળવા માગે છે. ગીતનું ધીમુ મ્યુઝિક (Slow Music) તેમની આંખમાં આસું ભરી દે છે. અમે તમને જણાવીશું કે આ પ્રકારના ગીતો પર લોકો ઈમોસનલ (Emotional) થઈને રોવા કેમ લાગે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્રેકઅપ (Breakup) પછી દરેક નાની-મોટી વસ્તુઓ અને આદતો પોતાના સાથીની યાદ અપાવી જાય છે. દિલ તૂટ્યા (Heartbreak) બાદ ક્યારેક એકલા હોઈએ ત્યારે આસું આવી જાય છે તો કયારે જાહેરમાં પણ આસું વહેવા લાગે છે. સાથીથી અલગ થયા પછી મોટા ભાગના લોકો સેડ મ્યુઝિક (Sad Music) સાંભળતા હોય છે. અમુક લોકો બ્રેકએપ સોન્ગસ (Breakup Songs) સાંભળવાનું પણ ચાલું કરી દે છે. આ રીત લોકો ત્યાં સુધી અપનાવે છે કે જ્યાં સુધી તે આ સબંધ (Relationship) અને તે વ્યક્તિથી સંપૂર્ણપણે મુવ ઓન (Move On) ના થઈ જાય. સામાન્ય રીતે બ્રેકઅપ કે સંબંધોમાં તિરાગ પડ્યા બાદ લોકો આવા ગીતો ગાતા થઈ જાય છે.... દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી થઈ મારી રમણભમણ...
- યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં, મેરે કામ કી નહીં...
- તેરી ગલિયો મેં ના રખ્ખેગેં કદમ આજ કે બાદ...
- તેરી બેવફાઈ કા સિકવા કરું તો યે મેરી મુહોબ્બત કી તોહિન હોગી...
- મેરે સૈયાજી સે આજ મેને બ્રેકઅપ કર લીયા, બ્રેકઅપ કર લીયા....,
- વફાના રાસ આઈ તુજે ઓ હરજાઈ...અરે ઓ બેવફા જરા યે તો બતા તુને આગ યે કૈસી લગાઈ...
- દિલ તોડ કે ચલ દિએ મેરા વફાએ મેરી યાદ કરોંગી...
- તુમ્હીને મેરી જિંદગી ખરાબ કી હૈ, તુમ્હારે લીએ હી તો મૈં ને શરાબ પી હૈ....
- મેરે મહેબૂબ કયા મત હોંગી, આજ રુસવા તેરી ગલિઓ મેં મુહોબ્બત હોંગી...
- ઈશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાએ કિસ કદર ચોટ ખાયે હુએ હૈ...
- મેરા દિલ જીસ દિલ પે ફિદા હૈ ઈક બેવફા હૈ...ઈક બેવફા હૈ....
દરેક પરિસ્થિતિમાં જાદુનું કામ કરે છે સંગીત
સંગીત (Music)ની તાકાતનો અંદાજો એ વાતથી લગાવાઈ શકાય છે કે સંગીતને સાંભળીને આપણે ક્યારેક હસવા લાગીયે છે તો ક્યારેક રડવા લાગીયે છે.રાત્રિ દરમિયાન ઊંઘ ના આવવાની સ્થિતિ (Insomnia)માં પણ સંગીતની મદદ લઈ શકાય છે. આજે આપણે વાત કરી રહ્યા છે દીલ તૂટવાવાળા તબક્કાની. કોઈ પણ બ્રેકઅપ (Breakup) ને સંભાળવા માટેની દરેકની રીત અલગ-અલગ હોય છે પરંતુ એક વસ્તુ દરેકમાં સામાન્ય હોય છે. મોટા ભાગે બ્રેકઅપ (Breakup) પછી લોકો 'સેડ સોન્ગસ' (Sad Songs After Breakup) સાંભળવાની શરૂઆત કરી દે છે અને તેમાં ડૂબીને આંસુ પાડતા હોય છે.
હીરોઈનોને પણ ટક્કર મારતી સુંદર મહિલા ક્રિકેટરો, જોઈને તમે પણ થઈ જશો ક્લિન બોલ્ડ
ગીતની સ્વાસ્થ્ય પર અસર
'ધ સાઈકોફિઝિયોલોજી અને ચિલ્સ એન્ડ ટિયર્સ' (The Psycophysiology Of Chills & Tears)ના અભ્યાસમાં 'સેડ સોન્ગસ' (Sad Songs)ની સ્વાસ્થ્ય (Health) પર થતી અસરો અલગ-અલગ છે. જ્યારે વ્યક્તિ દુ:ખવાળા ગીતો સાંભળે છે તે સમયે તેની શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી અને ઊંડી થઈ જાય છે. હૃદયના ધબકારા (Heartbeat) પણ સામન્ય કરતા થોડા વધી જાય છે. આ પ્રકારના ગીતોમાં મ્યુઝિક ધીમું અને શાંત હોવાથી તે ભાવનાઓને અપીલ કરે છે.
NEW LOOK OF DHONI: ધોનીએ કેમ અપનાવ્યો છે બૌદ્ધ ભિક્ષુકનો અવતાર? IPL પહેલાં જ ધોનીના જીવનમાં આવ્યો કંઈક આવો વળાંક...
સંગીતના તાર ભાવનાઓને છેડે છે
બર્લિન (Berlin)ની Freie Universityમાં થયેલા રિસર્ચ મુજબ, મોટા ભાગના લોકો બ્રેકઅપ (Breakup Song) પછી સેડ સોન્ગસ સાંભળવાનું શરૂ કરી દે છે. તે આ ગીતોમાં પોતાનો ભાવ શોધવા લાગે છે. આ અભ્યાસ (Study) પ્રમાણે કયા ગીતને સાંભળીને વ્યક્તિ રડવા કે હસવા લાગે છે તે કોઈ પણ વ્યક્તિની 'ફન્ડામેન્ટલ પર્સનાલિટી' (Fundamental Personality) ને દર્શાવે છે. ગીતોથી જે જોડાણ અનુભવવામાં આવે છે તેનાથી મનમાં ચાલી રહેલા ભાવોની સ્પષ્ટતા પૂર્વક પુષ્ટી થાય છે.
ગીતથી આવે છે સાથીની યાદ
2018માં થયેલા એક અભ્યાસ (Relationship Study) મુજબ, મ્યુઝિક અને ગીતોથી આપણે આપણા ભાવો વચ્ચે આવેલી ખાલી જગ્યાને ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. બ્રેકઅપ પછી લોકો દુ:ખી થાય છે અને આવામાં બ્રેકએપ સોન્ગસ (Breakup Song), લવ સોન્ગસ (Love Songs) અથવા સેડ સોન્ગસ (Sad Songs) સાંભળવા લાગે છે. આ પ્રકારના ગીતો સાંભળીને દિલ અને દિમાગમાં પોતાના સાથીનો વિચાર આવવા લાગે છે અને તે ના ઈચ્છતા હોય તો પણ રોવા લાગે છે.
Narendra Modi Stadium માં જતાં પહેલાં આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે ટિકિટના પૈસા અને નહીં મળે પ્રવેશ
સબંધના દરેક પળના સાક્ષી છે ગીતો
કોઈ વખત કોઈ ખાસ ગીતને સાંભળીને પણ પોતાના સાથીની યાદ આવી જાય છે અને લોકો Emotional થઈ જાય છે. ગણાબધા ગીતોના આપણા સબંધો (Relationship) સાથે ખૂબ ઊંડુ જોડાણ હોય છે. બ્રેકઅપ પછી સાથીના પસંદગીવાળા ગીતો સાંભળીને પણ લોકો ભાવુંક થઈ જાય છે. આ ગીતો સાંભળવાથી તેમને તેમના સાથી સાથે વિતાવેલી ખુશીની પળો (Happy Moments) યાદ આવી જાય છે અને પછી તે ભૂતકાળની પળોમાં ખોવાઈ જાય છે.
જીવનનો અરિસો લાગે છે ગીતો
કપલ ડિફાઈનિંગ સોન્ગસ (Couple Defining Songs/CDS) પર અભ્યાસ કરવામાં આવ્યો હતો તેના પરિણામમાં એ ગીતો વિશે જાણવા મળ્યું જેનાથી કપલ પોતાના સબંધો (Relationship)ના પરિણામ આપવા બેસી જાય છે. આ બધુ સબંધોની શરૂઆતમાં થાય છે. આ ગીતો પોઝિટિવિટી અને હાઈ ઈન્ટિમેસી (Positivity & High Intimacy)ને પ્રોત્સાહન આપે છે. આ ગીતો સામાન્ય રીતે બંનેની પસંદગી બની જાય છે. ગીતમાં ગવાયેલા શબ્દોથી તમને આવું જ લાગે છે કે આ પ્રકારનું બધુ મારા સાથે થયેલું છે.
Story of Saffron: કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસરના કમાલની કહાની
એક વાત ચોક્કસ છે કે સંગીત અને ગીતો એ આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે. આપણે ખૂબ ખુશ હોઈએ છે ત્યારે DJના તાલે નાચીયે છીએ અને ખૂબ દુ:ખી હોઈએ ત્યારે બેડરૂમમાં બેસીને મોબાઈલમાં સેડ સોન્ગસ સાંભળીએ છીએ અને એકલા એકલા રડી પણ લઈએ છે આમ મ્યુઝિકએ વ્યક્તિના દુ:ખ અને શુખનો સાથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube