Story of Saffron: કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસરના કમાલની કહાની

આજના સમયમાં તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ કેસરને માનવામાં આવે છે.દુનિયામાં દરેક સ્થળે કેસનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ કેસર એટલું મોંઘું હોય છે કે તે દરેક વ્યક્તિને પોસાતું નથી

નરેશ ધારાણી, અમદાવાદઃ કેસરનો ઉપયોગ મોટા ભાગે મિઠાઈ,ખીર અને દૂધની સાથે કરવામાં આવે છે.કેસરના ઉપયોગથી ભોજનનો સ્વાદ, સુંગધ અને રંગ બદલી જાય છે.કેસર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદા કારક હોય છે.પરંતુ કેસર ખુબ જ મોંઘું હોય છે. તમે વિચાર્યું છે કે કેસર આટલું મોંઘું કેમ છે.કેસરની ખેતી કેવી રીતે થાય છે.કેસરનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે.કેસર ક્યાં પ્રદેશમાં થાય છે.અને કેસર બજાર સુધી કેમ પહોંચે છે.આજે તમને આ તમામ સવારના જવાબ આપીશું.થોડી અલગ રીતે ઉત્પાદન થતું કેસર તમારી સુધી પહોંચતા આટલું મોંઘું કેમ થઈ જાય છે.


 

 

 

શું હોય છે કેસર?

1/8
image

​કેસર એક પ્રકારનો મસાલો છે.જેને ન માત્ર ભારત પણ વિશ્વ આખું પસંદ કરે છે.કેસર એ દુનિયાનું સૌથી મોંઘો મસાલો છે.જેને ભારતમાં કેસર, પાકિસ્તાન અને કાશ્મીરમાં ઝાફરાન અને અંગ્રેજીમાં સૈફ્રોન (Saffron) કહેવામાં આવે છે.કેસરનો છોડ જાંબલી રંગનો હોય છે.જેના ફુલની અંદર તાંતણા રૂપે કેસર મળે છે.જેના અનેક આયુર્વેદિક ફાયદા પણ હોય છે.

કેસર આટલું મોંઘું કેમ હોય છે

2/8
image

કેસરના આટલા ભાવ પાછળ અનેક કારણ છે.કેસરની ખેતી કેટલાક પસંદગીના સ્થળો પર જ થાય છે.કેસર માટે દરેક જગ્યાએ આબોહવા અનુકુળ નથી હોતી.કેસરની ખેતી અને કાપણીની પ્રક્રિયા ખુબ જ ઝટીલ હોય છે.કેસરની કાપણી મશીનથી નહીં પણ હાથથી કરવામાં આવે છે.જેથી કેસર માટે વધુ મહેનત અને મજૂરોની જરૂર પડે છે.જેના લીધે કેસરની કિંમત લગભગ એક કિલોની 1 લાખથી લઈને 3 લાખ રૂપિયા સુધી હોય છે.

 

કેવી રીતે કેસરનું થાય છે ઉત્પાદન

3/8
image

કેસરનું ઉત્પાદન મેળવવા માટે ખુબ મહેનત કરવી પડે છે.કેસરના છોડમાંથી ફૂલોને હાથ વડે તોડવામાં આવે છે.ત્યાર બાદ આ ફૂલને છાયડામા 4થી 5 કલાક સુધી રાખવામાં આવે છે.દરેક ફૂલમાં લાલ રંગના 3 કેસરના તાંતણા હોય છે.જેને હાથ વડે ફૂલમાંથી અલગ કરવામાં આવે છે.આવી રીતે લગભગ દોઢ લાખ ફૂલોમાંથી 1 કિલો કેસર નિકલતા હોય છે.

 

 

 

WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...

અસલી કેસરની ઓળખ કેવી રીતે કરશો

4/8
image

લાખોની કિંમતના કેસરની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે.અસર કેસરની ઓળખ કરવાની સરળ રીત છે.જેમાં સૌથી પહેલા એક સફેદ કાગળ લઈ તેના પર કેસરના બે ટૂકડા રાખો.જેના પર ઠંડા પાણીના બેથી ત્રણ ટીંપા નાખો.જો કેસર અસર હશે તો પાણી પીળા રંગનું થઈ જશે.અને કેસર લાલ રંગનું જ રહેશે.જો પાણી નાખ્યા બાદ કેસરનું રંગ બદલાઈ જાય તો તે નકલી છે.

 

 

WHATSAPP ની આ નવી પોલિસી 15 મે પહેલા સ્વીકારી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

કેસરના ફાયદા

5/8
image

અનેક રોગ માટે કેસર ફાયદા કારણ હોય છે.શારીરિક નબળાઈ, સર્દી, ખાંસી, માથાનો દુખાવો,ચામડી અને આંખોના રોગમાં કેસર ખુબ જ ફાયદા કારક હોય છે.એટલું નહીં પણ કેસરથી પાચનની સમસ્યા, ડિપ્રેશન અને અનિદ્રામાં રાહત મળે છે.સાથે ગર્ભવતી મહિલાઓને પણ કેસરવાળું દૂધ પિવાની સલાહ આપવામાં આવે છે.જેથી બાળક સ્વસ્થ જન્મે છે.

 

 

 

Narendra Modi Stadium માં જતાં પહેલાં આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે ટિકિટના પૈસા અને નહીં મળે પ્રવેશ

ક્યાં ક્યાં થાય છે કેસરની ખેતી?

6/8
image

દુનિયાભરમાં કેસરની ખેતી સૌથી વધુ ઈરાનમાં થાય છે.આ ઉંપરાત ઈટલી, સ્પેન, પાકિસ્તાન, તુર્કિસ્તાન, ગ્રીસ, ચન અને ભારતમાં પણ કેસરની ખેતી થાય છે.જેમા ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના જ કેટલાક ભાગોમા કેસરની ખેતી કરવામાં આવે છે.જેમાં ખાસ કરીને સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં જ કેસરની ખેતી કરવામાં આવે છે.

 

 

 

HARIDWAR YATRA: હરિદ્વારના મંદિરોમાં અવાર નવાર કેમ થાય છે ચમત્કાર? જાણો બ્રહ્મકુંડ પાસે મળ્યા કોના પદ ચિન્હો...

કાશ્મીરી કેસરનો કોઈ જવાબ નહીં

7/8
image

મુખ્યત્વ કેસર વ્યાપાર માટે મુખ્ય મસાલો મનાય છે.અનેક દેશમાં કેસરનું ઉત્પાદન થાય છે પણ તેમાં સૌથી બેસ્ટ કાશ્મીર કેસર માનવામાં આવે છે.કાશ્મીરમાં સદીઓથી કેસરની ખેતી થાય છે.કાશ્મીરમાં ઉત્પાદીત થતું કેસર બાકીના કેસર કરતા ખુબ સારી ગુણવતાનું હોય છે.જેથી કાશ્મીરના કેસરની હંમેશા ડિમાન્ડ વધુ હોય છે.અને તેના ભાવ પણ વધુ હોય છે.

 

 

 

Places To Visit In March: માર્ચમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

કેસરનો ઉપયોગ કોણે કેવી રીતે કર્યો ?

8/8
image

કેસરનો માત્રા સ્વાસ્થ્ય માટે જ નહીં ઘણી રીતે થયો છે.14મી સદીમાં કેસરનો ઉપયોગ મરકી કે ગાંઠિયા તાવ સામે લડવા માટે થયો હતો.સાથે જ ક્લિયોપેટ્રાએ કેસરનો ઉપયોગ તેમના બાથટબના પાણીમાં નાખવા માટે કર્યો હતો.તો લેકઝેન્ડર ધ ગ્રેટે યુદ્ધમાં ઘાયલ થયા પછી કેસરના પાણીથી સ્નાન કર્યુ હતું.એટલું જ નહીં તે કેસરની ચા પણ પીતા હતા.જ્યારે માસિક સમસ્યાઓ, ડિપ્રેશન, અસ્થમા અને લૈંગિક તકલીફનો સામનો કરવા માટે પરંપરાગત દવામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

 

HAPPY BIRTHDAY AAMIR KHAN: કેમ બીજાથી અલગ છે આ અભિનેતા? જાણો બોલીવુડના મિ.પર્ફેક્શનિસ્ટ વિશે જાણી અજાણી વાતો