Beautiful Women Cricketers: હીરોઈનોને પણ ટક્કર મારતી સુંદર મહિલા ક્રિકેટરો, જોઈને તમે પણ થઈ જશો ક્લિન બોલ્ડ

ક્રિકેટ રમવું આજે બાળકોથી લઈને પુરુષો અને મહિલાઓને પણ પસંદ આવે છે.ભારતમાં ક્રિકેટ પ્રત્ય લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે કેટલી એવી મહિલા ક્રિકેટરો છે જેઓ સુંદરતામાં પણ હીરોઈનોને ઝાંખી પાડે છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં સૌથી વધુ ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે.ક્રિકેટપ્રત્ય ભારતના લોકોમાં અનોખું જુનુન જોવા મળે છે.બાળકો હોય કે પુરુષો કે પછી મહિલાઓ દરેક લોકોને ક્રિકેટ પસંદ આવે છે.જેના જ કારણે આજે મહિલાઓ પર ક્રિકેટક્ષેત્રમાં ખુબ જ વિકાસ કર્યો છે.અને મહિલાઓએ ક્રિકેટમાં દિન પ્રતિદિન નવી ઉંચાઈએ પહોંચી રહી છે. દુનિયામાં મહિલા ક્રિકેટરોની પ્રતિભાથી દરેક લોકો વાકેફ હોય છે.દમદાર પ્રદર્શન કરી મહિલાઓએ પોતાને દરેક મોર્ચે શ્રેષ્ઠ સાબિત કરી બતાવ્યું છે.પરંતુ જેટલું ધ્યાન લોકોનું તેમના પ્રદર્શન પર હોય છે.એટલું ધ્યાન તેમની સુંદરતા પ્રત્ય હોય છે.ત્યારે આવો જાણીએ દુનિયાની આવી જ કેટલી સુંદર મહિલા ક્રિકેટરો વિશે.

સારાહ ટેલર (Sarah taylor)

1/10
image

ઈંગ્લેન્ડની આ ધાકડ ખેલાડીના પ્રદર્શનની સાથે સુંદરતાની પણ ખુબ ચર્ચા થતી હોય છે.સારાહ ટેલરે 8 ટેસ્ટમાં 226 રન અને 103 વન-ડે મેચમાં 3294 રની બનાવ્યા છે.તો ધુંઆધાર બેટિંગથી 81 ટી-20 મેચમાં 2054 રન બનાવ્યા છે.

સના મીર (Sana Mir)

2/10
image

5 જાન્યુઆરીએ જન્મેલી સના પાકિસ્તાન ક્રિકેટ ટીમની કપ્તાન પણ રહી ચુકી છે.2010 અને 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચુકી છે.તો 2008ના ક્રિકેટ વર્લ્ડકપના ક્વોલિફાયરમાં સના મીરને મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ પણ મળ્યો હતો.સનાના માતા પિતા કાશ્મીરના છે.અને સના મીર પહેલી એવી ક્રિકેટર છે જેને PCBએ વુમન્સ ક્રિકેટર ઓફ ધ ઈયરના એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

 

રચેલ હેનેસ (Rachel Haynes)

3/10
image

ઓસ્ટ્રેલિયાની Rachel Haynes ક્રિકેટ કરતા વધારે સુંદરતા માટે જાણીતી છે.ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીનો ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.3 ટેસ્ટ મેચમાં 172 રન અને 2 વિકેટ ઝટકી છે.તો વન-ડેમાં 34 મેચમાં 832 રન બનાવી 5 વિકેટ ઝડપી છે.સાથે ટી-20માં 27 મેચમાં 223 રન બનાવી 4 વિકેટ લીધી છે.પરંતું રચેલ હેનેસની સુંદરતા તેના પ્રદર્શન પર વધુ અસર કારણ સાબિત થઈ છે.

મિતાલી રાજ (Mithali Raj)

4/10
image

મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની રહી ચુકી છેએરફોર્સ ઓફિસરની દીકરી મિતાલી રાજનું 1982માં જોધપુરમાં જન્મી હતી.17 વર્ષની ઉંમરે જ મિતાલી રાજે ક્રિકેટ રમવાનું શરૂ કરી દિધું હતું.જેમાં 1999માં આયરલેન્ડ સામે ડેબ્યુ કરી મિતાલી રાજે 114 રન બનાવ્યા હતા.પરંતુ જ્યારે સુંદરતાની વાત આવે તો મિતાલી રાજ પણ એ યાદીમાં જોવા મળે છે.

મેગેન મોરિયા લૈનિંગ (Megan Morea Lanning)

5/10
image

મેગેન મોરિયા લૈનિંગ ઓસ્ટ્રેલિયાની સુંદર ક્રિકેટર છે.જેણે મેદાનમાં પોતાના શ્રેષ્ઠપ્રદર્શનથી લોકોના મન જીત્યા છે.3 ટેસ્ટ મેચમાં 107, વન-ડે મેચમાં 2835 રન બનાવ્યા છે.તો ટી-20 મેચમાં 1930 રન બનાવ્યા છે.  

ઈસા ગુહા

6/10
image

ઈંગ્લેન્ડની આ ખેલાડી દક્ષિણ આફ્રિકામાં વિશ્વ કપ રમી ચુકી છે.17 વર્ષની ઉંમરે ભારત સામે ફાસ્ટ બોલરના ઈસા ગુહાએ ડેબ્યુ કર્યું હતું.સાથે 2009માં ક્રિકેટ  વર્લ્ડ કપ પણ જીતી ચુકી છે.ત્યારે સુંદરતાની વાત આવે તો ઈસા ગુહા પણ એ લીસ્ટમાં ઉપર જોવા મળે..

હોલી ફર્લિંગ (Holly furling)

7/10
image

ઓસ્ટ્રેલિયાની સુંદર મહિલા ક્રિકેટરમાં હોલી ફર્લિંગનું પણ નામ સામેલ છે.22 સપ્ટેમ્બર 1995માં જન્મેલી ફર્લિંગ 3 ટેસ્ટ મેચમાં 3 વિકેટ જ્યારે 22 વન-ડે મેચમાં 24 વિકેટ ઝડપી છે.તો ટી-20માં પણ હોલી ફર્લિંગે સારૂ પ્રદર્શન કર્યું છે.

ફેલેસિટી લેડેન-ડેવિસ (Felicity Leyden-Davis)

8/10
image

ન્યુઝીલેન્ડની આ મહિલા ક્રિકેટર વધારે મેચ નથી રમ્યા.પરંતુ સુંદરતાના લીધે ફેલેસિટી લેડેન-ડેવિસ આંતરાષ્ટ્રીય સ્તરે જાણીતિ બની ગઈ છે.22 જુન 1994માં જન્મેલી ડેવિસ પોતાના પ્રથમ વન-ડે મેચમાં જ 5 વિકેટ ઝડપી હતી.તો ટી-20માં પણ ફેલેસિટી લેડેન-ડેવિસે સારુ પ્રદર્શન કર્યું છે.

એલિસ પેરી (Alice Perry)

9/10
image

ઓસ્ટ્રિયાની સૌથી હોટ ક્રિકેટરોમા એલિસ પેરીનો સમાવેશ થાય છે.3 નવેમ્બર 1990માં જન્મેલી એલિસ પેરીએ 16 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અને ફૂટબોલમાં ડેબ્યુ કર્યું હતું.આ પ્રથમ એવી મહિલા ક્રિકેટર છે જેણે ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમી છે.જેમાં અનેક એવોર્ડ પણ જીત્યા છે.

એમી જોન્સ (Amy Jones)

10/10
image

ઈંગ્લેન્ડની સુંદર મહિલા ક્રિકેટર એમી જોન્સના લાખો લોકો દિવાના છે.એમી જોન્સનું ક્રિકેટના મેદાનમાં ખાસ પ્રદર્શન નથી રહ્યું.પરંતુ પોતાની સુંદરતાથી એમી હંમેશા ચર્ચામાં રહી છે.વિકેટકિપર બેસ્ટમેને એમી જોન્સે 20 વન-ડેમાં 185 રન બનાવ્યા છે.તો 15 ટી-20માં 7 કેસ અને એક વખત સ્ટંપ આઉટ કર્યું છે.જેથી ક્રિકેટ કરતા વધુ એમી જોન્સ સુંદરતાના લીધે ચર્ચામાં રહી છે.