Salt For Skin: મીઠા વિના ભોજન ફિકુ થઈ જાય છે. મીઠાનું ઉપયોગ કર્યા વિના કોઈપણ વસ્તુ બનતી નથી. ચપટી મીઠું પણ વાનગી નો સ્વાદ વધારી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મીઠું તમારી ત્વચાની સુંદરતા પણ વધારી શકે છે ? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ કે મીઠું કેવી રીતે સ્કીન પર નેચરલ ગ્લો લાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીઠાનો ઉપયોગ કરીને તમે ક્લિયર સ્કિન મેળવી શકો છો. તેના માટે મીઠાના પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. મીઠાના પાણીનો ઉપયોગ કરશો તો ચહેરા પર દેખાતા બ્લેક સ્પોટ ગાયબ થઈ જશે અને નેચરલ ગ્લો વધશે.


આ પણ વાંચો:


ગરદન પરના મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત


દિવસમાં આટલા ગ્લાસ પાણી પીવાનું રાખશો તો કાંસકામાં નહીં દેખાય વાળના ગુચ્છા


સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે કેળા, જાણો વાળ કાળા કરવાના 3 અસરકારક ઘરેલુ ઉપાયો


મીઠાના પાણીથી ચહેરો કરો સાફ


જો ચહેરાની સફાઈ તમે સારી રીતે કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા 4 કપ પાણીને 20 મિનિટ સુધી ઉકાળો. હવે આ પાણીને એર ટાઇટ વાસણમાં ભરો અને તેમાં બે ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેનાથી ચહેરો ધોવાનું રાખો. 


સોલ્ટ વોટર થી ચહેરો સાફ કરવાના ફાયદા


1. જો તમે મીઠાના પાણીથી ચહેરો સાફ કરો છો તો તેનાથી ચહેરાના પોર્સ ટાઈપ થાય છે અને તેની અંદરથી ગંદકી પણ નીકળી જાય છે. જેના કારણે ખીલની સમસ્યા દૂર થાય છે.


2. જો તમે મીઠાના પાણીથી ચહેરો ધોશો તો ડ્રાયનેસથી મુક્તિ મળી જશે. સાથે જ સ્કીન ઇન્ફેક્શન પણ દૂર થશે 


આ પણ વાંચો:


કસરત કર્યા વિના ઘટાડવું છે વજન? તો આ સૂપ પીવાનું કરો શરુ, 15 દિવસમાં કમર 2 ઈંચ ઘટશે


Glowing Skin: ડાયટમાં સામેલ કરો આ 4 Drinks, હિરોઈન જેવી સ્કીન થઈ જશે 7 દિવસમાં


3. મીઠાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર દેખાતા ધાગ ધબ્બા ધીરે ધીરે દૂર થઈ જશે. ત્વચા સારી રીતે એક્સફોલિયન્ટ થશે. સાથે જ ત્વચા પર જામેલા ડેડ સ્કીન સેલ્સ પણ નીકળી જશે.


4. મીઠાના પાણીથી દિવસમાં એક વખત ચહેરો ધોવાથી સ્કીનના ટોક્સિન અને બેક્ટેરિયા દૂર થઈ જાય છે. ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ અને સુંદર રહે છે જેના કારણે તમે વધતી ઉંમરે પણ યુવાન દેખાવ છો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)