Shangri La Valley of India: એટલાન્ટિક સાગરમાં પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરના ક્ષેત્રમાં બરમુડા ટ્રાયેંગલ આવેલું છે. આ રહસ્યમય જગ્યા અત્યાર સુધીમાં હજારો જહાજ અને વિમાનને ગળી ચૂકી છે. અહીંથી પસાર થતા જહાજ અને વિમાન ક્યાં જાય છે તે કોઈને ખબર પડતી નથી. આજ સુધી કોઈપણ આ રહસ્યને ઉકેલી શક્યું નથી. જોકે આવી એક રહસ્યમય જગ્યા ભારતમાં પણ આવેલી છે. આ જગ્યાને ભારતનું બરમુડા ટ્રાયેંગલ કહેવાય છે. અહીંથી પરત આવવું અશક્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખતરનાક અને રહસ્યમય જગ્યા તિબેટ અને અરુણાચલ પ્રદેશની સરહદે આવેલી છે. જેનું નામ શાંગરી લા ઘાટી છે. આ ઘાટીના રહસ્યો વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કહેવાય છે કે આ ખતરનાક જગ્યા પર જો કોઈ જાય છે તો પરત આવી શકતું નથી. 


આ પણ વાંચો:


સુહાગરાતે સફેદ ચાદર લાલ ના થાય તો તૂટી જાય છે લગ્ન! આજે પણ અહીં ચાલે છે આ પ્રથા


લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા?


પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો


આ રહસ્યમય જગ્યાને લોકો બીજી દુનિયા પણ કહે છે. તિબેટ ના સાધકો આ અંગે આવી માન્યતા ધરાવે છે. અહીંની સ્થાનિક લોકવાયકા અનુસાર આજ જગ્યા ખૂબ જ પવિત્ર છે. પરંતુ આ જગ્યાની ચકાસણી કરવા કોઈ ત્યાં જવાનો પ્રયત્ન કરતું નથી. માન્યતા છે કે જે વસ્તુ કે વ્યક્તિ અહીં જાય છે તેનું અસ્તિત્વ દુનિયામાંથી ગાયબ થઈ જાય છે.


કેટલાક સાહિત્યકારોએ પણ આ જગ્યાનો ઉલ્લેખ તેમના પુસ્તકોમાં કર્યો છે. પુસ્તકોમાં પણ લખવામાં આવ્યું છે કે ભારતની આ એક એવી જગ્યા છે જ્યાં ભૂલથી પણ કોઈ જાય તો પરત આવી શકે નહીં. માનવામાં એવું પણ આવે છે કે આ ઘાટીમાં સમય અટકી જાય છે. આજ કારણ છે કે આ ઘાટી ઉપરથી કોઈ પ્લેન પસાર થતું નથી. 


તિબેટના વિદ્વાનોનું માનવું છે કે આ ઘાટીનો સંબંધ અન્ય કોઈ લોક સાથે છે. અહીં ન તો સૂર્યપ્રકાશ મળે છે તો ચંદ્રની રોશની. આ ઘાટીમાં ચારે તરફ વિચિત્ર પ્રકાશ ફેલાયેલો હોય છે અને અલગ પ્રકારની જ શાંતિ હોય છે.