દૂધ એ આપણી રોજિંદી જરૂરિયાત છે. કોઈ પણ એવું ઘર નહીં હોય ત્યાં દૂધનો વપરાશ નહીં થતો હોય. શહેરોમાં હવે દૂધની થેલી એ સામાન્ય બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે થેલીના દૂધને ઉકાળવું જરૂરી છે કે નહીં? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. દૂધને ઉકાળવાની પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે, કારણ કે તે માત્ર દૂધના સ્વાદ અને ગુણધર્મોને જ બદલી શકતું નથી, પરંતુ તેના સેવન સાથે સંકળાયેલા જોખમોને પણ ઘટાડે છે. ચાલો જાણીએ કે આ વિશે નિષ્ણાત અભિપ્રાય શું કહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂણે સ્થિત મણિપાલ હોસ્પિટલમાં ઈન્ટરનલ મેડિસિનના કન્સલટન્ટ ડૉ. વિચાર નિગમ જણાવે છે કે જ્યારે દૂધને 100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ઉકાળવામાં આવે છે, ત્યારે મોટાભાગના બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો (જેમ કે સૈલ્મોનેલા અને ક્લોસ્ટ્રિડિયમ) નાશ પામે છે. આ પ્રક્રિયા દૂધને સુરક્ષિત બનાવે છે. દૂધને જ્યારે ઉકાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પ્રોટિન ડેનૈયર થઈ જાય છે, જે તેને પચવામાં વધુ સરળ બનાવે છે અને ચરબીના અણુઓ તૂટી જાય છે અને શરીરમાં સારી રીતે શોષાય છે. દૂધ ઉકાળવાથી તેની શેલ્ફ લાઇફ વધે છે અને દૂધનો સ્વાદ પણ થોડો મીઠો અને ઘટ્ટ બને છે. તેમજ તેના કારણે દૂધ ઝડપથી બગડતું નથી.


આ પણ વાંચોઃ ચા સાથે ટોસ્ટ ખાવા ખતરનાક! 'સ્લો પોઈઝન'ની જેમ શરીરમાં કરે છે કામ, જાણી લો વાસ્તવિકતા


શું પેકેજ્ડ દૂધ ઉકાળવું જરૂરી છે?
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે શું પેકેજ્ડ દૂધ (જે સામાન્ય રીતે આપણે બજારમાંથી ખરીદીએ છીએ)ને ઉકાળવાની જરૂર છે? ડો. નિગમ સમજાવે છે કે જો પેકેજ્ડ દૂધ અનપેશ્ચ્યુરાઇઝ્ડ હોય તો તેને ઉકાળવું જરૂરી છે, કારણ કે તેમાં એવા માઈક્રો ઓર્ગેનિઝમ હોઈ શકે છે જે દૂધને પેક કરવામાં આવે તે પહેલાં સંક્રમિત થયા હશે. ગુરુગ્રામના આહાર નિષ્ણાત ડૉ. અર્ચના બત્રા કહે છે કે ભારતમાં જે દૂધ સીલબંધ પેકેટમાં આવે છે તે સામાન્ય રીતે પેશ્ચુરાઈઝ્ડ હોય છે, એટલે કે તે ગરમીની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યું હોય છે જેના કારણે હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. આ પ્રકારનું દૂધ ઉકાળવું જરૂરી નથી. જો કે, જો તમે દૂધને સુરક્ષિત રાખવા માંગતા હો, તો તેને ઉકાળવામાં કોઈ નુકસાન નથી.


તો પછી આપણે શું કરવું જોઈએ?
જો તમે પેશ્ચરાઇઝ્ડ દૂધનું સેવન કરી રહ્યા છો, તો તેને ઉકાળવું જરૂરી નથી. પરંતુ જો દૂધ અનપેશ્ચરાઇઝ્ડ હોય તો તેને ઉકાળવું જરૂરી છે. દૂધ ઉકાળવાથી તેના પોષણ મૂલ્યમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી સલામત અને ઉપયોગી બને છે.


DISCLAIMER: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતાં પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.