Hair Care Tips: આજના સમયમાં મોટાભાગના લોકોને નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. તેવામાં વાળને કલર કરવા માટે લોકો હેર ડાય અથવા તો હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ આ બંને વસ્તુઓમાં કેટલાક કેમિકલ હોય છે જે વાળને નુકસાન કરે છે. તેવામાં જો તમને પણ સફેદ વાળની ચિંતા સતાવતી હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.
 
આ પણ વાંચો: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળામાં વધતી ડલ સ્કીન અને બ્લેકહેડ્સની સમસ્યા દુર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય


Skin Care Tips: અંડરઆર્મ્સની કાળાશ દુર કરવા આ રીતે કરો લીંબુનો ઉપયોગ


મોતી જેવા સફેદ કરવા હોય દાંત તો ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા


આમળા અને નાળિયેર


વાળને કાળા કરવા માટે આમળાનું પાવડર અને નાળિયેરનું તેલ ખૂબ જ ગુણકારી છે. તે વાળને કાળા કરે છે અને સાથે જ મજબૂત પણ બનાવે છે. તેના માટે એક વાટકીમાં બે ચમચી નાળિયેર તેલ લેવું અને તેમાં આમળાનો પાવડર મિક્સ કરો. આ તેલને ગરમ કરો અને પછી ઠંડુ થાય ત્યારે વાળમાં હળવા હાથે લગાડો. તેને એક કલાક સુધી રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરો. આ ઉપાય કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થવા લાગશે.


આમળા અને શિકાકાઈ


આમળા અને શિકાકાઈનો ઉપયોગ પણ વર્ષોથી વાળની જાળવણી માટે કરવામાં આવે છે. આ બંને વસ્તુ વાળને કાળા પણ કરે છે. તેના માટે એક લોઢાના વાસણમાં ચાર ચમચી આમળા નો પાઉડર અને એક ચમચી પાવડર મિક્સ કરો અને રાત આખી તેને પાણીમાં પલળવા દો. બીજા દિવસે આ મિશ્રણને વાળમાં લગાડો અને એક કલાક પછી વાળ ધોઈ લેવા. 


ઇન્ડિગો પાવડર અને મહેંદી


મહેંદી અને ઇન્ડિગો પાવડર પણ વાળને કાળા કરવામાં મદદ કરે છે. તેના માટે એક વાટકીમાં ઇન્ડિગો પાવડર, એક ચમચી મેંદી, એક ઈંડુ અને દહીં મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર હલાવી પેસ્ટ તૈયાર કરો અને પછી એક કલાક માટે તેને વાળમાં લગાડો. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગે છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)