Farmer News: દેશના કરોડો ખેડૂતો માટે આજે ઉગ્યો સોનાનો સુરજ! લોન્ચ કરી 1000 કરોડની લોન ગેરંટી યોજના
Farmers News: ખેડૂતોને પાક પછીની લોન મેળવવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડની ઋણ ગેરંટી યોજના શરૂ કરી છે. યોજનાનો ઉદ્દેશ્ય e-NWR ના આધારે ખેડૂતોને લોન આપવાનો છે.
Trending Photos
Rin Guarantee Yojana: ખેડૂતોને પાક લીધા પછી લોન મેળવવામાં સરળતા રહે તેના માટે કેન્દ્ર સરકારે એક મોટી પહેલ કરી છે. કેન્દ્રિય ખાદ્ય મંત્રી પ્રલ્હાદ જોશીએ 1000 કરોડ રૂપિયાની ઋણ ગેરંટી યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતું ભંડારગૃહ વિકાસ અને નિયામક પ્રાધિકરણ દ્વારા પંજીકૃત ઈલેક્ટ્રોનિક નેગોશિએબલ વેયરહાઉસ રસીદોના બદલામાં ખેડૂતોને લોન આપવામાં બેંકોની અરૂચિને દૂર કરવાનો છે.
યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું અમે બેંકોને પાક લીધા પછી લોન આપવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુંથી 1000 કરોડ રૂપિયાનો એક કોષ સ્થાપિત કર્યો છે. આ ખેડૂતોને લોન સુધી પહોંચવામાં સરળ બનાવશે અને તેણે વધુ નાણાકીય સહાય પુરી પાડશે.
પાક ઉપરાંત લોનની વર્તમાન સ્થિતિ
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે તાજેતરમાં કૃષિ લોનનો મોટો ભાગ પાક ઉત્પાદન માટે જાય છે, જ્યારે પાક લીધા પછીના કાર્યો માટે લોન માત્ર 40000 કરોડ રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે ઈ એનડબ્લ્યૂઆર હેઠળ લોન માત્ર 4000 કરોડ રૂપિયા સુધી સીમિત છે. પરંતુ આગામી 10 વર્ષોમાં તેણે 5.5 લાખ કરોડ રૂપિયા સુધી વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તેમણે એ વાત પર જોર આપ્યું કે આ લક્ષ્ય બેકિંગ અને વેયરહાઇસિંગ ક્ષેત્રોના સમન્વિત પ્રયાસોથી સંભવ છે. સેક્રેટરીએ ખેડૂતોમાં બાંયધરીકૃત ધિરાણ અંગે જાગૃતિ વધારવા, ઈ-કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા, ડિપોઝિટરી ચાર્જિસની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજીસ્ટ્રેશનની સંખ્યા 5,800 થી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય હસ્તિઓની ભાગેદારી
કાર્યક્રમમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી બી.એલ. વર્મા, નિમુબેન જયંતિભાઈ બાંભણીયા અને ડબલ્યુડીઆરએના ચેરપર્સન અનિતા પ્રવીણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાથી ખેડૂતોને તેમના પાકને સ્ટોરેજમાં રાખ્યા બાદ લોન મેળવવાની સુવિધા મળશે. આનાથી તેમની આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે