Sindoor: કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત
How to Make Sindoor at Home: સૌભાગ્યવતી સ્ત્રીઓ રોજ સિંદૂરનો ઉપયોગ કરે છે. પરંતુ માર્કેટમાં મળતા કેટલાક સિંદૂર કેમિકલયુક્ત હોય છે જે ત્વચા અને વાળને નુકસાન કરી શકે છે. જો કે તમે સિંદૂર ઘરે પણ બનાવી શકો છો. આજે તમને નેચરલ સિંદૂર બનાવવાની રીત જણાવીએ.
How to Make Sindoor at Home: સૌભાગ્યવતી સ્ત્રીઓ લગ્ન પછી શૃંગારની કેટલીક વસ્તુઓ રોજ ઉપયોગમાં લે છે. જેમાંથી સિંદૂર સૌથી મહત્વનું હોય છે સૌભાગ્યવતી સ્ત્રી રોજ સેથામા સિંદૂર પૂરે છે. જોકે આજના સમયમાં માર્કેટમાં મળતા કેમિકલ યુક્ત સિંદૂર વાળ અને ત્વચા માટે સમસ્યા બની શકે છે. ઘણા લોકોને આવા કેમિકલથી એલર્જી હોય છે તેથી તેઓ સિંદુરનો ઉપયોગ કરવાનું ટાળે છે. કેમિકલયુક્ત સિંદૂર વાળ સફેદ થવાનું કારણ પણ બની શકે છે. જો તમે પણ કેમિકલ યુક્ત સિંદૂર ને બદલે નેચરલ સિંદૂર વાપરવા માંગો છો તો ઘરે સિંદૂર બનાવો.
આ પણ વાંચો: Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
માર્કેટમાં મળતા સિંદૂર વાપરવાને બદલે તમે ઘરે જ સિંદૂર બનાવીને વાપરી શકો છો. સિંદૂર બનાવવા માટે ઘરગથ્થુ વસ્તુઓની જ જરૂર પડે છે. પહેલાના સમયમાં પણ મહિલાઓ જાતે જ સિંદુર બનાવીને વાપરતી હતી. આજે તમને સિંદૂર બનાવવાની આ જ રીતે જણાવીએ જેને વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પણ વાંચો: Ghee: ગરમ તવા પર ઘી રેડવું હાનિકારક, પરોઠા બનાવતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ ?
આજના સમયમાં પણ કેટલીક જગ્યાઓએ મહિલાઓ જાતે જ સિંદુર બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. સિંદૂરમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પણ હર્બલ હોય છે જેથી તે ત્વચા માટે અને વાળ માટે નુકસાનકારક પણ નથી.
સિંદૂર બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો: Porbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા
હળદર અડધો કપ
ચૂનો એક ચમચી
ગુલાબજળ અડધી ચમચી
15 થી 20 ગુલાબના પાન
દેશી ઘી એક નાની ચમચી
આ પણ વાંચો: Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન
સિંદૂર બનાવવાની રીત
ઘરે સિંદૂર બનાવવા માટે સૌથી પહેલા અડધો કપ હળદર પાવડર લઈ તેમાં ચૂનો, ગુલાબજળ, ગુલાબના પાન અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. આ બધી જ સામગ્રીને પથ્થર પર વાટી પણ શકો છો અને મિક્સરમાં પીસી પણ શકો છો. બધી જ સામગ્રી વાટશો એટલે ધીરે ધીરે તેમાંથી સિંદૂર બનવા લાગશે. સામગ્રીને સારી રીતે વાટી લીધા પછી જે સિંદૂર બને તેને એર ટાઈટ કન્ટેનરમાં પેક કરી લેવું અને પછી રોજ ઉપયોગમાં લેવું. આ રીતે બનાવેલું સિંદૂર વાપરશો તો કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ નહીં થાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)