Skin Care Routine: એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર દાડમ સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે દાડમનો ઉપયોગ રૂટિનમાં કરી શકાય છે. દાડમના કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતા વધે છે અને ત્વચા પર ગુલાબી નિખાર કુદરતી રીતે આવે છે. દાડમનો ઉપયોગ કરવાથી ત્વચા સોફ્ટ પણ બને છે અને ટેનિંગ દૂર થાય છે. નિયમિત રીતે દાડમનો ઉપયોગ ત્વચા પર કરવાથી કેટલાક અઠવાડિયામાં જ તમને ત્વચાની સુંદરતામાં ફેરફાર અને વધારો જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્વચા માટે દાડમના ફેસપેક


આ પણ વાંચો: ચહેરા પર કાળા ડાઘા છે? તો ચહેરા પર લગાડો આમાંથી કોઈ 1 વસ્તુ, 10 દિવસમાં વધી જશે ગ્લો


દાડમ અને હળદર


એક બાઉલમાં બે થી ત્રણ ચમચી દાડમનો રસ અને એક ચપટી હળદર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. તે બરાબર સુકાઈ જાય પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. 


એવોકાડો અને દાડમ


એક ચમચી એવોકાડોની પેસ્ટમાં દાડમનો રસ જરૂર અનુસાર ઉમેરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ચહેરો ઠંડા પાણીથી સાફ કરો. 


આ પણ વાંચો: દેશની શક્તિશાળી મહિલાઓએ કરાવ્યું છે આ ઐતિહાસિક જગ્યાઓનું નિર્માણ, તમે કેટલી જોઈ છે ?


દાડમ અને એલોવેરા


એક ચમચી દાડમના રસમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી તેને ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેક લગાડવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે. 


દાડમ અને ઓટ્સ પાવડર


એક ચમચી ઓટ્સનો પાવડર કરી તેમાં બે ચમચી દાડમનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. દસ મિનિટ સુધી તેને રાખો અને પછી હળવા હાથે મસાજ કરી ચહેરો પાણીથી સાફ કરી લો. તેનાથી ડેડ સ્કીન દૂર થાય છે અને ચહેરા પર નિખાર વધે છે.


આ પણ વાંચો: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ટાઈમે કરશો તો 15 દિવસમાં બેડોળ શરીર શેપમાં આવી જશે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)