Weight Loss Tips: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ટાઈમે કરવાનું રાખશો તો 15 દિવસમાં બેડોળ શરીર આવવા લાગશે શેપમાં

Weight Loss Tips: આજે તમને જણાવીએ કે દિવસના આ 3 મીલ લેવાનો કયો સમય સૌથી સારો ગણાય છે. જો આ સમયે તમે નાસ્તો અને જમવાનું ફિક્સ કરી લેશો તો ગણતરીના દિવસોમાં જ તમારું બોડી પણ શેપમાં આવવા લાગશે.

Weight Loss Tips: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ટાઈમે કરવાનું રાખશો તો 15 દિવસમાં બેડોળ શરીર આવવા લાગશે શેપમાં

Weight Loss Tips: વધારે વજન અનેક લોકોની સૌથી મોટી સમસ્યા હોય છે. ખાસ કરીને જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય અને ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ હોય તેમનું વજન ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં પેટ અને કમરની ચરબી ઝડપથી વધે છે. પેટ અને કમરની ચરબી વધી ગઈ હોય તો તેને ઘટાડવી મુશ્કેલ લાગે છે. વજન ઘટાડવા માટે લોકો એક્સરસાઇઝ કરવાથી લઈને ડાયેટ પણ ફોલો કર્યો છે.

વજન ઘટાડવા માટે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો તમે યોગ્ય સમયે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું જમવાનું લો છો તો પણ વજન ઘટી શકે છે. તો આજે તમને જણાવીએ કે દિવસના આ 3 મીલ લેવાનો કયો સમય સૌથી સારો ગણાય છે. જો આ સમયે તમે નાસ્તો અને જમવાનું ફિક્સ કરી લેશો તો ગણતરીના દિવસોમાં જ તમારું બોડી પણ શેપમાં આવવા લાગશે.

ઊંઘ અને ભોજન વચ્ચે ગેપ

જમ્યા પછી તમે જેટલા એક્ટિવ રહેશો એટલી વધારે કેલેરી બર્ન થશે. તેના કારણે પેટ અને કમરના ભાગે ચરબી જામતી નથી. પરંતુ જમીને જો તમે તુરંત જ સુઈ જાવ છો તો પછી પેટની ચરબી વધવા લાગે છે. એટલે જ જમ્યા પછી તુરંત જ સુવાની કે બેસવાની મનાઈ કરવામાં આવે છે. સુવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. 

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમય

ઘણા બધા સર્વેમાં એ વાત સાબિત થઈ છે કે જો તમે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન યોગ્ય સમયે કરી લો છો તો વજન વધવાની સમસ્યા થતી નથી. જો આ ત્રણ મીલના આદર્શ સમયની વાત કરીએ તો નાસ્તો સવારે 7 વાગ્યે કરી લેવો જોઈએ. બપોરનું ભોજન 12:30 વાગે અને રાતનું ભોજન 7:00 વાગ્યા આસપાસ કરી લેવું જોઈએ. જો તમે આ પરફેક્ટ ટાઈમ ફોલો કરી શકો નહીં તો પણ આ સમયની 15-20 મિનિટ આસપાસ ભોજન કરી લેવું જોઈએ. જો તમે થોડા દિવસ આ રીતે ભોજન કરશો તો અનુભવશો કે તમારું બેડોળ શરીર શેપમાં આવી રહ્યું છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news