નવી દિલ્લીઃ આપણામાંથી ઘણાં એવા લોકો છે જેમને દિવસભર કામ કર્યા પછી રાત્રે ઉંઘ આવતી નથી. અને તે સતત પથારીમાં આળોટતા રહે છે. પણ જો તમને ઈન્સામ્નિયા અથવા ઉંઘથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો આ પદ્ધતિને જરૂરથી એક વખત અજમાવવા જેવી છે. થોડા સમયથી રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યા (Sleep problem) એક કોમન સમસ્યા બની ગઈ છે. તમને એવા ઘણાં લોકો મળી જશે તે આખી રાત પથારીમાં આમથી તેમ આળોટ્યા રહેતા હશે. પરંતુ તેમને ઉંઘ નહીં આવતી હોય. જેના કારણે તે ઉંઘની ગોળીઓ (Sleeping pills) લેવાનું શરૂ કરી દે છે. પરંતુ તબીબ એક્સપર્ટનું માનીએ તો અનિંદ્રા એટલે કે Insomnia અને ઉંઘથી જોડાયેલી અનેક બીજી બીમારીઓમાં લાંબા સમય સુધી દવાઓ કામ કરતી નથી અને આ એવી બીમારી છે જે લાંબા સમય સુધી માણસ સાથે જોડાયેલી રહે છે. તો દવા વગર ઉંઘવા માટે શું કરવું એ આજે અમે તમને જણાવીશું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) સ્ક્રીન ટાઈમને ઓછો કરવાનો પ્રયાસ કરો:
ઉંઘતા પહેલા જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ અથવા સ્ક્રીન ટાઈમને ઓછો કરવાનો પ્રયાસ કરશો (Decrease screen time at night) તો એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાતના સમયે સ્ક્રીન પર વધુ સમય વીતાવવાના કારણે ઉંઘની સાથે જોડાયેલી સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. કારણ કે ઉંઘને વધારનારા હોર્મોન્સ મેલાટોનિનનું ઉત્પાદન ઓછુ થાય છે. એટલે જ બેડરૂમમાં ટીવી, લેપટોપ અથવા સ્માર્ટફોન જેવી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ટાળો.

2) દિવસે નાની ઉંઘ ખેંચવાથી બચો:
ઘણાં લોકો રાતના સમયે પોતાની ઉંઘ પૂરી નથી કરી શકતા. તો તે દિવસમાં તક મળતા જ એક નાની ઝપકી (Avoid nap) લેવા લાગે છે. થોડા સમય માટે ઝપકી લેવી ઠીક છે અને તે દિવસમાં 2થી 3 વચ્ચે જ. પરંતુ જો તમે બપોરે લાંબા સમય સુધી ઝપકી લો છો તો સ્વાભાવિક છે કે રાત્રે તમારી ઉંઘનું ટાઈમટેબલ બગડી જશે. તબીબોનું માનીએ તો દિવસમાં 15થી 20 મિનિટથી વધુની ઝપકી ન લો.

3) રૂમનું તાપમાન માપસર રાખો:
સ્લીપ એક્સપર્ટનું માનીએ તો રાતના સમયે તમારા રૂમનું તાપમાન હળવુ ઠંડુ હોવુ જોઈએ (Room temperature should be low) તો જ તમને ઉંઘ સારી આવશે કારણ કે દિવસભર શરીરનું તાપમાન ઘટતુ અને વધતુ રહે છે. જર્નલ સાયન્ટિફિક અમેરિકનમાં પ્રકાશિત સંશોધન અનુસાર ઓછા તાપમાનમાં ઉંઘવાથી મગજ વધુ આરામ કરી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે કારણ કે રાત્રે મહિલાઓને પરસેવો આવવો સામાન્ય વાત છે.

4) રાત્રે મોજા પહેરીને ઉંઘવું:
ઘણાં એક્સપર્ટ એમ પણ માને છે કે રાત્રે મોજા પહેરીને ઉંઘવાથી ઉંઘ સારી આવે છે. (Wear socks) આની પાછળનું કારણ એ છે કે મોજા પહેરવાથી પગ ગરમ રહે છે. જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય છે. જેનાથી શરીરનું તાપમાન જલદી ઓછું થઈ જાય છે. જે ઉંઘ માટે ઘણું જ ફાયદાકારક હોય છે.

5) યોગ અને એક્સસાઈઝથી આવશે સારી ઉંઘ:
યોગ એક્સસાઈઝ માત્ર તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નથી થતી પરંતુ રાત્રે તમને સારી ઉંઘ પણ અપાવે છે (Yoga and exercise). ઘણાં રિસર્ચમાં જણાવાયુ છે કે જ્યારે તમે યોગ કરો છો તો શ્વાસના માધ્યમથી શરીરના તમામ અંગથી જોડાઈ જાઓ છો. તેનાથી અનિંદ્રા, તણાવ અને બેચેનીથી છૂટકારો મળે છે. અને ઉંઘથી જોડાયેલી અન્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube