Skin Care: આપણને બધાને ખીલ મુક્ત અને ચમકતી ત્વચા જોઈએ છે. આ સમસ્યાઓ દુર થાય તે માટે આપણે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર કરીએ છીએ. આજે આવા જ એક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. જે ત્વચાની સુંદરતા કુદરતી રીત વધારે છે. તેના માટે તમે બે પ્રકારના ઉબટન બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉબટન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ત્વચા પરથી ડેડ સ્કિનને પણ દૂર કરે છે અને ચહેરા પર ચમક લાવે છે. આજે તમને ઘરે બનતા બે ઉબટન વિશે જણાવીએ જે તમારી ત્વચાને કુદરતી ચમક આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદન અને ગુલાબનું ઉબટન


આ પણ વાંચો: Skin Care: 40 વર્ષની ઉંમરે ત્વચાને યુવાન રાખવા કરો આ કામ, લોકો પુછશે બ્યુટી સીક્રેટ
 
ચંદન અને ગુલાબ આપણી ત્વચા માટે ફાયદાકારક છે. બંને આપણી ત્વચાને કુદરતી ચમક આપે છે. ચંદન ચહેરાને ઠંડક આપે છે અને ગુલાબના પાન ચમક વધારે છે.


ઉબટન બનાવવા માટેની સામગ્રી


- 2 ચમચી ચંદન પાવડર
- 2 ગુલાબનની પાંખડીઓ
- 1 ચમચી દહીં
- 1/2 ચમચી મધ


આ પણ વાંચો: નહાવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરો, આખો દિવસ શરીરમાંથી આવશે મીઠીમીઠી સુગંધ


આ રીતે તૈયાર કરો ઉબટન


- સૌથી પહેલા એક બાઉલમાં ઉપર દર્શાવેલ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
- જ્યારે તેની ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેમાં દહીં ઉમેરો.
- હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.
- તેને 15-20 મિનિટ સુધી સૂકવવા દો ત્યાર બાદ ભીના કપડાથી સાફ કરી લો.


આ પણ વાંચો: વાળની 3 સમસ્યા દુર કરે છે આ હેર માસ્ક, ખરતા વાળ, ડેન્ડ્રફ અને સફેદ વાળથી મળશે મુક્તિ


2. લીમડાના પાન અને તુલસીનું ઉબટન


લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને ચેપથી બચાવે છે અને ખીલ પણ દૂર કરે છે. તુલસી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. તે ત્વચાને ઠંડક આપે છે અને ડાઘ પણ ઘટાડે છે.


ઉબટન માટેની સામગ્રી


- 2 ચમચી લીમડાનો પાવડર
- 1 ચમચી તુલસીનો પાવડર
- 1 ચમચી મુલતાની માટી


આ પણ વાંચો: Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરો આ સરળ ટીપ્સ


આ રીતે તૈયાર કરો ઉબટન


- એક બાઉલમાં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. પેસ્ટ થોડી ઘટ્ટ થાય એટલું પાણી તેમાં ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 10-12 મિનિટ સુકાવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)