Hair Care Tips: ઉનાળાની કાળઝાળ ગરમી ખાધા બાદ દરેક વ્યક્તિ કાગડોળે વરસાદ થવાની રાહ જોવે છે. જો કે આ વર્ષે જુન મહિનામાં જ ધોધમાર વરસાદનો પહેલો રાઉન્ડ શરુ થઈ ગયો છે તેથી લોકોને ગરમીથી તો મુક્તિ મળી ગઈ છે. પરંતુ ચોમાસાની શરુઆત સાથે જ કેટલીક સમસ્યા પણ વધી જતી હોય છે. તેમાંથી એક સમસ્યાથી તો યુવતીઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. વરસાદી વાતાવરણમાં હરવું ફરવું, ખાવુ-પીવું તો ખૂબ ગમે છે પરંતુ આ ઋતુ વાળ માટે સમસ્યાઓ લઈને આવે છે. ચોમાસા દરમિયાન જો વાળની સંભાળ રાખવામાં ન આવે તો વાળને નુકસાન થઈ શકે છે. આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી આ વર્ષે ચોમાસામાં તમને ડેમેજ વાળની સમસ્યા નહીં સતાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદી વાતાવરણમાં વાળની સંભાળ


આ પણ વાંચો:


નહાતી વખતે આ 5 અંગને ખાસ કરવા સાફ, મોટાભાગના લોકો ચોથી જગ્યાને નથી કરતાં બરાબર સાફ


આ 3 વસ્તુઓ સાથે મિક્સ કરી બટેટાનો કરશો ઉપયોગ તો 15 દિવસમાં મળશે બેદાગ ત્વચા


આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા


- વરસાદમાં પલળવું તો સૌને ગમે છે પરંતુ વારંવાર વરસાદમાં પલળવાથી વાળના મૂળ નબળા પડવા લાગે છે.  જેના કારણે વાળ ઝડપથી તૂટવા અને ખરવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે વરસાદમાં જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સ્કાર્ફ અથવા છત્રી જરૂરથી સાથે રાખવી.


- જો તમે વરસાદમાં નહાવાનો આનંદ માણો છો તો પછી ઘરે આવીને વાળને એકવાર શેમ્પૂથી સારી રીતે ધોઈ લેવા. તેનાથી વાળમાંથી ​​ગંદકી સંપૂર્ણપણે સાફ થઈ જશે.


- વરસાદની ઋતુમાં વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. સાથે જ વાળ ડ્રાય અને બરછટ થઈ જાય છે. આવી સ્થિતિમાં શેમ્પૂ કર્યા બાદ હેર કન્ડિશનિંગ અચૂક કરવું જોઈએ.


- ચોમાસાની ઋતુમાં વાળને હેલ્ધી રાખવા માટે નિયમિત રીતે હેર ઓઈલીંગ કરવું. તેના કારણે તમારા વાળને પોષણ મળશે અને વાળમાં ચમક પણ જળવાઈ રહશે. આ સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ દુર થશે.


- જો તમારા વાળ વરસાદમાં ભીના થાય તો કોમ્બિંગ કરતા પહેલા તેને સારી રીતે સુકવી લેવા. વાળ સુકાય પછી મોટા દાંતાવાળા કાંસકાથી વાળ ઓળવા.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)