તમારી આંખોને સુંદર અને આકર્ષિત બનાવવા માત્ર કરો આ 3 ઉપાય
![તમારી આંખોને સુંદર અને આકર્ષિત બનાવવા માત્ર કરો આ 3 ઉપાય તમારી આંખોને સુંદર અને આકર્ષિત બનાવવા માત્ર કરો આ 3 ઉપાય](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2022/07/08/392776-eyes-dark-cercul.jpg?itok=xuDPtekx)
આજના સમયમાં વધારે તણાવ ભર્યા જીવનને કારણે લોકોના ચહેરા અને આંખો પર પણ તણાવ જોવા મળે છે. એવામાં જણાવી દઈએ કે, કેટલાક ઉપાયો અપનાવીને તમે ચહેરાના તણાવને દૂર કરી શકો છો.
નવી દિલ્હી: જો તમારે તમારા ડલ ચહેરા અને ફીકી આંખોથી પરેશાન છો અને તેના કારણે તમે શરમ અનુભવો છો. તો કેટલાક ઉપાયો અપનાવી તમે ચહેરાને તણાવ મુક્ત કરી શકો છો. જી હાં, જીવનમાં વધતા તણાવને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં થોડી સમજદારી ચહેરાને તણાવ મુક્ત કરી શકે છે. આજનો અમારા આર્ટિકલ આ વિષય પર છે. આજે અમે તમને અમારા આ આર્ટિકલની મદદથી જણાવીશું કે ચહેરાના તણાવને દૂર કરવા માટે કઈ રીત અપનાવી શકાય છે.
અંડર આઇ ક્રીમ
ડાર્ક સર્કલ્સને ઘટાડવાથી લઇને ત્વચાને હાઈડ્રેટ અને નરમ રાખવા સુધી, અંડર-આઇ ક્રીમ એક કારણથી પ્રમુખ્તા પ્રાપ્ત કરી રહી છે. તે ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાને હાઈડ્રેટેડ અને સુંદર બનાવવામાં મદદ કરે છે.
સોદા પહેલા જ Twitter ની HR ટીમના 100 કર્મચારીઓને અપાયું પાણીચુ
આઇ જેલ
અંડર-આઇ ક્રીમ અને જેલ વચ્ચે મુખ્ય અંતર બનાવટ છે. જ્યારે અંડર-આઇ ક્રીમ વધારે ઘટ અને સમૃદ્ધ હોય છે. જેલ હળવા, તાજા અને રેશમી હોય છે. બંનેમાં લગભગ એક જેવા એન્ટી-એન્જિંગ તત્વો હોય છે. જેવા કે એન્ટી-ઓક્સીડેન્ટ, ત્વચાને કાયાકલ્પ કરનાર અને ત્વચાને ફરીથી ભરવાના ઘટકો. તો બંને વચ્ચે પસંદગી કેવી રીતે કરવી? આંખોનું જેલ સવાર સવારમાં આંખોની આસપાસની ત્વચાને તાજગી આપવા અને સવારના સોજાને ઘટાડવાનું કામ કરે છે. તે મેકઅપ હેઠળ પણ સારી રીતે કામ કરે છે. બીજી તરફ, જો તમે એક મલાઈદાર બનાવટ પસંદ કરો છો અને આંખો પાસની ત્વચા બાકીની ત્વચા કરતા વધારે સૂકી છે, તો આંખોની ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ.
શું તમે પણ તમારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યાં છો? તો જરૂરથી તપાસો આ ગુપ્ત વાતો
આઇ માસ્ક
સૂજી ગયેલી આંખો માટે વધુ એક ઉપયા છે માસ્ક. માસ્ક આંખો અને ડાર્ક સર્કલ્સને ઘટાડવામાં મદદ કરે છે. જો ડાર્ક સર્કલ તમને પરેશાન કરી રહ્યું છે તો તમારા આઇ માસ્કમાં નિયાસિનમાઈડ, આઇડેબેનોન, ગ્લાઇકોલિક, વિટામિન સી અને બ્લેક પર્લ એક્સટ્રેક્ટ જેવા ઘણા તત્વો હોવા જોઇએ. થાકેલી આંખો માટે માસ્કમાં હયાલુરોનિક એસિડ, એલો, ગ્રીન ટી અને કોલેજન જેવા હાઈડ્રેટિંગ એજેન્ટ હોવા જોઇએ।
-આઇએએનએસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube