સોદા પહેલા જ Twitter ની HR ટીમના 100 કર્મચારીઓને અપાયું પાણીચુ

મસ્કે એમ પણ કહ્યું હતું કે, ટ્વિટરને ખરીદવાનો તેમનો સોદો ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી કંપની પબ્લિકલી આ વાતના પુરાવા નહીં આપે કે તેમના પ્લેટફોર્મ પર ફેક અથવા સ્પામ એકાઉન્ટ 5 ટકાથી ઓછા છે...

સોદા પહેલા જ Twitter ની HR ટીમના 100 કર્મચારીઓને અપાયું પાણીચુ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે જ્યારે ટ્વિટરને ખરીદવાની જાહેરાત કરી ત્યારથી ઘણા ટ્વિટર કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં આવી ગયું છે. ટ્વિટરે તેના કર્મચારીઓની સંખ્યામાં ઓછી કરવાનું શરૂ કરી દીધું છે. એક નવા રિપોર્ટ અનુસાર માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેમના ટેલેન્ટ હન્ટ ટીમમાંથી 30 ટકાનો ઘટાડો કર્યો છે. 30 ટકાના હિસાબથી લગભગ 100 કર્મચારીઓની છટણીની પુષ્ટી કરવામાં આવી છે.

વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ અનુસાર ટ્વિટરે તેની ટેલેન્ટ હન્ટ ટીમના લગભગ 100 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. છટણીના અઠવાડીયા બાદ સંભવિત છટણી તરફ ઇશારો કરતા એલન મસ્કે કહ્યું કે ટ્વિટરને સ્વસ્થ થવાની જરૂરીયાત છે. જોકે, મસ્કનું ટ્વિટર ખરીદવાનું હજુ પણ બાકી છે. એલન મસ્કે બોટ અથવા ફેક એકાઉન્ટને લઇને ઘણી વખત સોદા રદ કરવાની ધમકી આપી હતી.

આ કંપની આપી રહી છે ફ્રી Prime અને Hotstar સબ્સક્રિપ્શન, ફટાફટ કરો આ કામ

ટ્વિટર ડીલ મુશ્કેલી
ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર એલન મસ્કે ચેતવણી આપી હતી કે જો ટ્વિટર તરફથી સ્પામ અને ફેક એકાઉન્ટ વિશે યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે તો તે ટ્વિટર ડીલ રદ કરી દેશે. એલન મસ્કે તાજેતરમાં 44 અબજ અમેરિકન ડોલરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. મસ્કે પહેલા જ અનુમાન લગાવ્યું હતું કે ટ્વિટરના 22.9 કરોડ એકાઉન્ટમાંથી લગભગ 20 ટકા એકાઉન્ટ ફેક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તેમનું લઘુત્તમ અનુમાન છે. આ સાથે જ મસ્કે આ સંકેત પણ આપ્યા હતા કે તે ટ્વિટર માટે કરવામાં આવેલ 44 અબજ અમેરિકન ડોલર કરતાં ઓછી ચૂકવણી કરવા માંગે છે.

અપહરણ, રેપ અને બદલાની કહાનીમાં વિદ્યુત જામવાલે જમાવ્યો રંગ, ફેન્સને આવશે મજા

મસ્કે આ પણ કહ્યું કે ટ્વિટર ખરીદવાનો તેમનો સોદો ત્યાં સુધી આગળ નહીં વધે જ્યાં સુધી કંપની પબ્લિકલી આ વાતના પુરાવા આપતા નથી કે તેમના પ્લેટફોર્મ પર ફેક અથવા સ્પામ એકાઉન્ટ 5 ટકાથી ઓછા છે. મસ્કે જૂનમાં ટ્વિટર કર્મચારીઓની સાથે તેમની પહેલી મુલાકાત દરમિયાન કહ્યું હતું કે કંપનીને આર્થિક રીતે સ્વસ્થ થવાની જરૂરિયાત છે અને ખર્ચ પણ ઘટાડવાની જરૂરિયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news