Best Countries For Indians: સતત વધતી મોંઘવારી અને દેશમાં નોકરીની અછતના કારણે આજના યુવાનોમાં વિદેશમાં જઈને ડોલરમાં કમાણી કરવાની ઘેલછા વધતી જાય છે. દર વર્ષે હજારો લોકો રોજગારની શોધમાં વિદેશ ઉપડી જાય છે. ઘણા લોકો વિદેશ જવાની લાયમાં જીવનું જોખમ પણ નોતરે છે. કેટલાક લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે. લોકો સાથે છેતરપિંડી મોટાભાગે લોકો વિઝા અપાવી દેવાની બાબતમાં કરતા હોય છે. વિઝા મેળવી વિદેશ જવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને પણ વિદેશ જઈને નોકરી કરવાની અને સ્થાયી થવાની ઈચ્છા હોય તો આજે તમને કેનેડા સિવાયના એવા દેશ વિશે જણાવીએ જ્યાં ભારતના લોકોને સરળતાથી નોકરી કરવાના વિઝા મળે છે. અહીં જવાનો ખર્ચ પણ ઓછો હોય છે અને જ્યાં રહીને ભારતીયો સારા એવા રૂપિયા કમાઈ પણ શકે છે. 


આ પણ વાંચો:


અસલી કામ તો પછી જ કરવાનું હોય... સેક્સ પછી પતિ કરે આ કામ તો પત્ની થઈ જાય છે રાજીરાજી


વરસાદમાં અમદાવાદ નજીકની આ જગ્યાએ તૂટી પડે છે કપલિયા! રિલ બનાવી રોલા પાડવા પણ જવાય


Canada Visa: એજન્ટની માથાકૂટ વિના સાવ સસ્તામાં કેનેડા જવું છે? જાણો આ વિગતો


સંયુક્ત આરબ અમીરાત


યુએઈ ભારતીય લોકો માટે વિદેશમાં જઈને કમાણી કરવાનું બેસ્ટ ઓપ્શન છે. ભારતીયો માટે દુબઈ અને અબુધાબી જેવા શહેરમાં કમાણી કરવાની સારી તકો ઉપલબ્ધ હોય છે. અહીં ભારતીયને સરળતાથી વિઝીટર, બિઝનેસ અને વર્ક વિઝા મળી જાય છે.


કતાર


ભારતીયો માટે રહેવાના અને કામ કરવાની દ્રષ્ટિએ કતાર સૌથી ઉપર આવે છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસી વસેલા છે. કતાર સરકારના ભારતીય નાગરિકો માટેના વિઝીટ બિઝનેસ અને વર્ક વિઝાના નિયમો અન્ય દેશોની સરખામણીમાં હળવા છે જેના કારણે ભારતીય અહીં ઓછા ખર્ચે અને વિઝાની લાંબી માથાકૂટ વિના જઈ શકે છે.


સિંગાપુર


વિશ્વના પ્રખ્યાત ફરવા લાયક સ્થળોમાંથી એક સિંગાપુર ભારતીય માટે રહેવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. સિંગાપુર હોંગકોંગ દુનિયાના મોટા વેપાર કેન્દ્ર છે જ્યાં ભારતીયો માટે નોકરીની કોઈ જ ખામી નથી. જોકે અહીંના વિઝા મળવા થોડા મુશ્કેલ છે પરંતુ જો તમે શૈક્ષણિક યોગ્યતા અને કૌશલ સાથે કામ કરશો તો તમને અહીં નોકરી કરવાની તક આરામથી મળી શકે છે. 


બ્રાઝિલ


બ્રાઝિલ પણ વિદેશમાં જઈને કમાણી કરવાનો સારો ઓપ્શન છે. બ્રાઝિલ સરકારે ભારતીય નાગરિકો માટે બીજા ઓન અરાઇવલની સુવિધા પણ શરૂ કરી છે. બ્રાઝિલ સરકાર પણ એવા ભારતીઓને પોતાના દેશમાં બોલાવવા માંગે છે જે તેમને વિવિધ ક્ષેત્રના વિકાસમાં મદદ કરી શકે. બ્રાઝિલમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તકો ઉપલબ્ધ છે.


બેલ્જિયમ


બેલ્જિયમ એક ખૂબ જ સુંદર અને ભારતીય માટે યોગ્ય દેશ છે. ભારતીય પ્રવાસીઓના રહેવાની બાબતમાં આ દેશ ત્રીજા નંબરે આવે છે. જર્મની અને ફ્રાન્સની સરખામણીમાં બેલ્જિયમ માં રહેવું ભારતીયોને ઘણું સસ્તું પડે છે.