વરસાદમાં અમદાવાદ નજીકની આ જગ્યાએ તૂટી પડે છે કપલિયા! Reel બનાવી રોલા પાડવા પણ જવાય

Tourist Places For Monsoons Near By Ahmedabad: હરવા ફરવાના શોખીનો માટે અમે આ આર્ટિકલમાં લાવ્યાં છીએ એવી માહિતી કે જે જાણીને તમને મજો પડી જશે. શું તમે પણ કાળઝાળ ગરમીથી કંટાળ્યા છો અને ચોમાસામાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો ગુજરાતનું આ સ્થળ તમારા માટે બનશે બેસ્ટ વિકલ્પ.

વરસાદમાં અમદાવાદ નજીકની આ જગ્યાએ તૂટી પડે છે કપલિયા! Reel બનાવી રોલા પાડવા પણ જવાય

Most Beautiful Tourist Places In Monsoons: વરસાદની સિઝનમાં જો તમે ફરવા જવાનું વિચારી રહ્યાં હોય તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેજો. અમદાવાદથી ખુબ જ નજીકના અંતરે આવેલું છે આ સ્થળ. એકવાર જશો તો જગ્યા જોઈને મોજ પડી જશે. ગુજરાતમાં એટલી બધી ખૂબસૂરત જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. વીક એન્ડ પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક ખૂબસૂરત વોટરફોલ તમે પ્લાન કરી શકો છો મિત્રો અને ફેમિલી સાથે. વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત

બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે. કુદરત પણ મસ્ત મોસમ ની રચના કરી છે .ઠંડી, તડકો અને પાણી ખરેખર ભગવાને ઝાડ પાન, પ્રકૃતિ, નદી, ઝરણા, અને સાગર, મહાસાગર આ બધી રચનાઓમાં જાણે કુદરત હાજર હોય એવો અહેસાસ થાય છે. ગુજરાતમાં આમતો ઢગલાબંધ ધોધ આવેલાં છે પણ અહીં વાત કરવામાં આવી છે સૌથી રમણીય ઝરવાણી ધોધની.

ક્યાં આવેલ છે? 
નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલ છે. તે શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે. અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલ ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે રોમાંચની લાગણી આપે છે. 

બીજું શું શું જોવા જેવું છે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ અહીં અન્ય મુખ્ય આકર્ષણ છે. અહીં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. ઝરવાણી ધોધથી 100 કિમી જેટલું દુર નિનાઈ ધોધ પણ આવેલ છે. સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આનંદ તમે માણી શકો છો.

ઉલ્લેખનીય છેકે, વરસાદ પછી વાતાવરણ એકદમ રોમાન્સ થી ભરેલું બની જાય છે. વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે. ગુજરાતના ઘણા બધા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા રમણીય દ્રશ્યો સર્જાય છે. કે ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે. વરસાદ શરૂ થતાં પ્રવાસીઓની અવરજવર પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો આવેલા છે. જ્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news