How to Control Blood Sugar: જો તમને ડાયાબિટીસ હોય અને બ્લડ શુગર સતત હાઈ રહેતું હોય તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સતત હાઈ રહેતુ બ્લડ સુગર ધીરે ધીરે તમારા શરીરના અંગોને ખરાબ કરે છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ સમય સમય પર પોતાનું સુગર લેવલ ચેક કરતા રહેવું જોઈએ. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના કારણે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. જો સતત સુગર હાય રહેતું હોય તો હાર્ટ અને કિડનીને પણ ગંભીર અસર થઈ શકે છે આ સાથે જ આંખના રેટિના પણ ખરાબ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ હાઈ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે પોતાના આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આજે તમને જણાવીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને અપનાવવાથી તમારું બ્લડ સુગર કંટ્રોલમાં કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 લિક્વિડ પેટમાં ગયાની સાથે જ વધારે છે Bad Cholesterol,જીવવું હોય તો તુરંત કરો બંધ


મહેલ જેવું છે નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા, દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર


શું તમને ખબર છે ટ્રેન ના નામ કોણ રાખે છે અને કેવી રીતે રાખવામાં આવે છે ?
 


- ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં સફરજન, કીવી, એવોકાડો, જાંબુ જેવા ફળનો સમાવેશ કરવો જોઈએ. આ ફોનનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધતું નથી અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે.


- ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા પાન વાળા શાકભાજી અને સલાડ પણ લાભકારી છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરનું પાચન તંત્ર બરાબર રહે છે અને સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.


- બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે ચીયા શીટ્સ અને અન્ય ડ્રાયફ્રુટ નું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ બદામ, કાજુ, અખરોટ, પિસ્તા જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 


- આહારમાં ફેરફારની સાથે સૌથી વધારે જરૂરી છે ફિઝિકલ એક્ટિવિટી. ડાયાબિટીસના દર્દીએ અઠવાડિયામાં ત્રણ વખત 30 મિનિટ માટે કોઈપણ વ્યાયામ કરવો જોઈએ. આ સિવાય નિયમિત રીતે વોક કરવાથી પણ શુગર કંટ્રોલમાં રહે છે.