Long Hair: ખરાબ લાઈફસ્ટાઈલ અને પોલ્યુશનના કારણે વાળના હાલ બેહાલ થઈ જાય છે. દરેક વ્યક્તિને વાળ સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેતી જ હોય છે. આ સ્થિતિમાં વાળ ઝડપથી લાંબા થતા નથી. વાળ સતત ખરે છે જેના કારણે લાંબા વાળ તો એક સપનું જ બની જાય છે. આ સપનું પૂરું કરવું હોય તો કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર


આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી. જો તમારે ઝડપથી વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો એક ખાસ ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાની આજથી જ શરૂઆત કરી દો. આ વસ્તુઓ પીવાથી વાળ ઝડપથી લાંબા થાય છે. 


વાળને લાંબા કરે છે આ ડ્રિંક્સ


આ પણ વાંચો: Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર


1. જો તમે વાળ લાંબા કરવા માંગો છો તો આમળા, નાળિયેર પાણી, બીટ અને સંતરાને મિક્સ કરીને એક હેલ્ધી ડ્રિંક બનાવો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તેને પીવું. તેનાથી હેર ગ્રોથ ઝડપી થાય છે. 


2. જો વાળને ખરતા અટકાવવા હોય અને લાંબા પણ કરવા હોય તો એક ચમચી વરીયાળીને અને તુલસીના બીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી પી જવું. થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે વાળ લાંબા થવા લાગ્યા છે. 


આ પણ વાંચો: Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ


3. એલોવેરા જ્યુસ એમિનો એસિડ અને કેરાટીન જેવા પોષક તત્વથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળના મૂળ મજબૂત બને છે. દિવસની શરૂઆત એલોવેરા જ્યુસપીને કરશો તો પણ તેનાથી વાળનો ગ્રોથ વધે છે. 


4. વાળને મૂડમાંથી મજબૂત કરવા હોય તો ચિયા સીડ, અળસીના બી, સૂર્યમુખીના બી અને કમળના બીને શેકી અને વાટી લો. હવે આ બીજના મિશ્રણને પલાળેલી બદામ, પલાળેલા ખજૂર અને દૂધ સાથે મિક્સ કરી સ્મુધિ બનાવો. આ સ્મુધી પીવાથી વાળને જરૂરી પોષણ મળશે અને વાળ લાંબા થશે.


આ પણ વાંચો: અપરલિપ્સના વાળથી કાયમી મુક્તિ અપાવશે આ 3 ઉપાય, લગાડવાથી સાવ ઘટી જાશે વાળનો ગ્રોથ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)