Upper Lips Hair: અપરલિપ્સના વાળથી કાયમી મુક્તિ અપાવશે આ 3 ઉપાય, નિયમિત લગાડવાથી સાવ ઘટી જાશે ચહેરાના વાળનો ગ્રોથ
Upper Lips Hair: જો ચેહરા પરના વણજોઈતા વાળને દૂર કરવા માટે પાર્લર ન જવું હોય તો આજે તમને કેટલાક એવા કુદરતી ઉપાય જણાવીએ જેને કરી લેવાથી ચહેરા પરના વાળ કુદરતી રીતે જ દૂર થવા લાગશે. કયા છે આ ઘરગથ્થુ ઉપાય જાણી લો ફટાફટ.
Trending Photos
Upper Lips Hair: અપરલિપ્સ અને ફોર હેડ પર આવતા વાળને દૂર કરવા માટે વારંવાર પાર્લર જવું પડે છે. આ વાળનો ગ્રોથ પણ વધારે હોય છે અને તેને ચહેરા પરથી દૂર કરવા પણ જરૂરી હોય છે. તેથી વારંવાર પાર્લરના ચક્કર લગાવવા પડે છે. જોકે અપરલિપ્સના અને ફોરહેડના વાળને જો તમારે નેચરલી દૂર કરવા હોય તો તે પણ શક્ય છે.
જો ચેહરા પરના વણજોઈતા વાળને દૂર કરવા માટે પાર્લર ન જવું હોય તો આજે તમને કેટલાક એવા કુદરતી ઉપાય જણાવીએ જેને કરી લેવાથી ચહેરા પરના વાળ કુદરતી રીતે જ દૂર થવા લાગશે. કયા છે આ ઘરગથ્થુ ઉપાય જાણી લો ફટાફટ.
ચહેરાના વાળ દૂર કરતા 3 ઉપાયો
1. બટેટામાં બ્લીચિંગ એજન્ટ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ચહેરાના વાળની સમસ્યા દૂર થાય છે અને સ્કીનની રંગત પણ સુધરે છે. બટેટાનો ઉપયોગ ચહેરાના વાળને દૂર કરવા માટે કરવો હોય તો બટેટાને ખમણી અને તેનો રસ કાઢી લો. ત્યાર પછી તેમાં મધ અને લીંબુ મિક્સ કરો. આ મિશ્રણમાં પલાળીને વાટેલી મસૂરની દાળની જરૂર અનુસાર ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરતા કરતા આ પેસ્ટને દૂર કરો. નિયમિત આ ઉપાય કરવાથી ચહેરાના વાળ કુદરતી રીતે જ ઘટી જશે.
2. ઈંડાના સફેદ ભાગથી પણ અપરલિપ્સના વાળ અને ફોરહેડના વાળને હટાવી શકાય છે. ઈંડાનો સફેદ ભાગ ડેડ સ્કીનને પણ દૂર કરે છે. આ માસ્ક બનાવવા માટે ઈંડાનો સફેદ ભાગ કાઢવો અને તેમાં અડધી ચમચી કોર્નસ્ટાર્ચ ઉમેરો. સાથે તેમાં એક ચમચી ખાંડનો પાવડર ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાડો. જો આખા ચહેરા પર વાળ ન હોય તો ફક્ત ફોરહેડ અને અપરલિપ્સ પર લગાડો. ત્યાર પછી તેને સુકાવા દો. આ મિશ્રણ સુકાઈ જાય પછી એન્ટી કલોક વાઇઝ મસાજ કરતા કરતા તેને હટાવો.
3. ચહેરા પરના વણજોઈતા વાળને અસરકારક રીતે દૂર કરવા હોય તો કેળા અને દલીયા પણ ઉપયોગી છે. તેના માટે કેળાની પેસ્ટ કરી તેમાં એક ચમચી દલીયાનો પાવડર ઉમેરો. હવે તેને ફોરહેડ પર લગાડો અને 15 મિનિટ પછી મસાજ કરીને પાણીથી ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે