નવી દિલ્હીઃ Best Honeymoon Places in India:  આપણે જ્યારે હનીમૂનના પ્લાનિંગ વિશે વિચારીએ તો આપણા મગજમાં મોટા ભાગે વિદેશી જગ્યાઓ આવે છે. પરંતુ જે લોકો આખી દુનિયામાં ફરી આવ્યા તેને એકવાર જરૂર પૂછજો કે તમને દુનિયામાં કઈ જગ્યા સૌથી વધુ સુંદર લાગી? તો તે કહેશે આખી દુનિયા ફરી લો પરંતુ ભારત જેવી સુંદરતા ક્યાંય નથી. ભારત એક એવો દેશ છે, જ્યાં તમને શાનદાર અને દિલ જીતી લેનાર નજારા મળશે. જો તમે ભારતમાં તમારા હનીમૂન માટે કોઈ સુંદર જગ્યા શોધી રહ્યાં છો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને તમારા સવાલોના જવાબ અહીં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીર
કાશ્મીર નામ સાંભળતા રોમાન્સ શબ્દ યાદ આવી જાય છે. એટલે જ તે ભારતમાં હનીમૂન ડેસ્ટિનેશન માટે લોકોની પહેલી પસંદ છે. એક તરફ ડલ ઝીલમાં જ્યાં ફૂલોથી સજાવેલી બોટ તમને બોલાવે છે તો બીજીતરફ બજારોની હલચલ તમને તેની તરફ ખેંચે છે. જો તમે અહીં આવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો સૌથી પહેલા ડલ ઝીલમાં રોમેન્ટિક સવારી કરો. પછી ગુલબર્ગમાં વિશ્વના સૌથી ઉંચા ગોલ્ફ કોર્સની મજા લો. પટનીટોપની ઊંચી-ઊંચા પહાડીઓ પર જરૂર જાવો. જો તમે એવા કપલ છો જેને શાંત રહેવાનું સારૂ લાગે છે તો કાશ્મીર તમારા માટે યોગ્ય જગ્યા છે.


ઔલી
જરા હટકે અને અનોખી જગ્યાઓમાં ઔલી સૌથી ઉપર આવે છે. ચારે તરફ બરફથી ઢંકાયેલા પહાડોના નજારા તમને સ્કી જેવા એડવેન્ચર કરવા મજબૂર કરી શકો છો. અહીં દુનિયાની સૌથી ઊંચી ઔલી ઝીલ ખુબ સુંદર લાગે છે, તમે ત્યાં ફોટો ખેંચી આરામ કરી શકો છો. જો તમને ટ્રેકિંગનો શોખ છે તો ગુરસો બુગ્યાલના રહસ્યમયી રસ્તા પર ટ્રેક કરો. ઔલી એક સ્કી ડેસ્ટિનેશન પણ છે, અહીં તમે બરફથી ઢંકાયેલા સુંદર નજારા વચ્ચે સ્કી પણ કરી શકો છો. 


આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના ટોપ-5 પર્યટન સ્થળ, હિલ સ્ટેશન અને ઔતિહાસિક જગ્યાઓ સામેલ


અંડમાન અને નિકોબાર દ્વીપ
પાણીની બ્લૂ ચાદર, પ્રાચીન સફેદ સમુદ્રી કિનારા, ગાઢ જંગલ અને દ્વીપ પર પડતો સૂર્યનો પ્રકાશ, જોવામાં ખુબ રોમેન્ટિક લાગે છે. મેરિડ કપલ માટે આ સાઇડ કોઈ જન્નતથી ઓછી નથી. તમે અંડમાનમાં બીચ સિવાય લસેલુલર જેલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની મજા લઈ શકો છો. ઘણા કપલ્સની ઈચ્છા હોય છે કે તે હાથમાં હાથ નાખી સૂર્યને અસ્ત થતો જુએ. જો તમારી પણ આ ઈચ્છા છે તો તમે રાધાનગર બીચ પહોંચી જાવો. આવો સુંદર નજારો તમને બીજે જોવા મળશે નહીં. સાથે હેવલોક દ્વીપના એલિફેન્ટ બીચ પર સ્નોકેલિંગની મજા માણો. જે કપલને શાંતિવાળી જગ્યા પસંદ છે તેના માટે આ જગ્યા બેસ્ટ છે. 


શિલોંગ
લીલી ખીણો, વાદળી આકાશ અને દૂધિયા સફેદ ધોધ, આ બધા દૃશ્યો શિલોંગને ખૂબ જ રંગીન બનાવે છે. અહીં તમને દરેક શેરીમાં ધમાલ જોવા મળશે, બજારોની સુંદરતા તમને કંઈક ખરીદવા માટે મજબૂર કરી શકે છે. શિલોંગમાં તમે દેશના સૌથી ઊંચા ધોધ નોહકાલીકાઈ વોટરફોલનો આનંદ માણી શકો છો. જો તમને કલાકૃતિઓ જોવાનો ખૂબ શોખ હોય, તો તમે ડોન બોસ્કો સેન્ટરમાં જઈને તેનો આનંદ લઈ શકો છો. ભારતની વિવિધ સંસ્કૃતિઓને અન્વેષણ કરવામાં રસ ધરાવતા યુગલોએ શિલોંગની મુલાકાત લેવી જ જોઈએ.


આ પણ વાંચોઃ આવી ગયું નવું કેલેન્ડર, 2024માં કયાં-કયાં દિવસે મળશે રજા? જાણો ક્યારે છે હોળી-દિવાળી


ત્વાંગ
પહાડો અને મઠોથી ઘેરાયેલું ત્વાંગ એક અલગ શેર છે. અહીં આવતા લોકોને હંમેશા લાગે છે કે તે કોઈ અન્ય સુંદર દુનિયામાં આવી ગયા છે. જો તમે ફેબ્રુઆરી મહિનામાં ત્વાંગ જઈ રહ્યાં છો તો તમને અલગ નજારો જોવા મળશે. આ મહિનામાં તિબેટી નવું વર્ષ મનાવવામાં આવે છે. ત્વાંગમાં દુનિયાના સૌથી પ્રસિદ્ધ તળાવોમાંથી એક છે માધુરી તળાવ. આ તળાવ ભારતમાં ખુબ ફેમસ છે. અને નુરનાંગ ધોધ જોવા માટે એક વધારાનો દિવસ લેજો, એવું કહેવાય છે કે જે પણ આ તળાવ જુએ છે, તે તેને જોતો રહી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube