Thandai Recipe: હોળીનો તહેવાર ભારતભરમાં દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ સેલિબ્રિટી દરેક વ્યક્તિ હોળીને પોતાના અંદાજમાં ઉજવે છે. પરંતુ હોળીનો તહેવાર એક વસ્તુ વિના અધુરો ગણાય છે. તે વસ્તુ છે ઠંડાઈ. હોળીના દિવસે રંગોથી રમીને જો ઠંડાઈની મજા ન લીધી તો હોળી અધૂરી રહી જાય છે. તો ચાલો તમને જણાવીએ હોળી પર એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય તેવી ઠંડાઈની રેસીપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડાઈ માટેની સામગ્રી


આ પણ વાંચો:


રવાનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી પાપડ, અડધા કપ રવાથી બનશે ડબ્બો ભરાય એટલા પાપડ


આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી


Easy Recipe: ખાટો-મીઠો સ્વાદ પણ આપશે અને પેટની બીમારી પણ ભગાડશે આમચૂર ચટણી


ત્રણ મોટા ચમચા ચોખા
એક મોટો ચમચો ઘી
બે લિટર ફુલ ક્રીમ મિલ્ક
અડધી ચમચી કેસર
ત્રણ ચમચી ઠંડાઈનો પાવડર
અડધો કપ ખાંડ


ઠંડાઈ બનાવવાની રીત


સૌથી પહેલા ચોખાને બરાબર રીતે ધોઈ અને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. 


ત્યાર પછી પલાળેલા ચોખાને બ્લેન્ડરમાં બરાબર રીતે પીસી લો. 


એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં દૂધ ઉમેરીને ધીરે ધીરે તેને ઉકળવા દો.


દૂધ ઉકળી જાય એટલે તેમાં ચોખા, ઠંડાઈનો પાવડર અને કેસર ઉમેરી દો. ત્યાર પછી દૂધને ધીમા તાપે ઉકાળો.


દૂધ ઉકળવા લાગે પછી તેમાં ખાંડ ઉમેરી દો. તમે ઈચ્છો તો તેમાં બદામ પિસ્તા ઉમેરી શકો છો. આ મિશ્રણને 40 મિનિટ સુધી ઉકાળો. ઠંડાઈ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી કરી લો. 


રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી થાય પછી તેને ફ્રિજમાં મૂકી ત્રણથી ચાર કલાક સુધી ઠંડી કરો. ઠંડાઈ એકદમ ઠંડી થઈ જાય પછી તેનો ઉપયોગ કરો.