Ear Cleaning Tips: આ ટીપ્સ ફોલો કરશો તો તકલીફ વિના કાનનો મેલ આવી જશે બહાર, ઈયરબડની નહીં પડે જરૂર
Ear Cleaning Tips: સામાન્ય રીતે લોકો કાનની સફાઈ ઈયરબડ કે ધારદાર વસ્તુ વડે કરે છે. પરંતુ આમ કરવું જોખમી સાબિત થાય છે. જો કે કાનને સાફ કરવા માટે તમે કેટલીક સલામત રીતો ફોલો કરી શકો છો.
Ear Cleaning Tips: સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે શરીરના દરેક અંગોનું ધ્યાન રાખવામાં આવે અને નિયમિત તેની સફાઈ કરવામાં આવે. શરીરના દરેક અંગને સાફ કરવા માટે અલગ અલગ રીત હોય છે. કેટલાક અંગ એવા છે જેને નિયમિત રીતે સાફ કરવા જરૂરી હોય છે. આવા અંગમાંથી એક કાન છે. કાનમાં વારંવાર મીણ જેવો દેખાતો મેલ જમા થઈ જાય છે. જેને કાઢવો જરૂરી હોય છે જો તેને સાફ કરવામાં ન આવે તો કાનમાં તીવ્ર ખંજવાળ આવવા લાગે છે અને સાંભળવામાં પણ તકલીફ થાય છે.
સામાન્ય રીતે લોકો કાનની સફાઈ ઈયરબડ કે ધારદાર વસ્તુ વડે કરે છે. પરંતુ આમ કરવું જોખમી સાબિત થાય છે. જો કે કાનને સાફ કરવા માટે તમે કેટલીક સલામત રીતો ફોલો કરી શકો છો.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એલોવેરા, જાણો પીવા માટેનું જ્યૂસ ઘરે કેવી રીતે બનાવવું
વારંવાર થાય છે શરદી-ઉધરસ ? તો આ ઘરેલુ નુસખા ટ્રાય કરો એકવાર, પછી તબિયત રહેશે ટનાટન
રસોડાની આ 3 વસ્તુ દૂધ સાથે લેવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર લેવલ, શરીર રહેશે નિરોગી
કાનના મીણને સાફ કરવાની રીતો
1. સરસવનું તેલ
જો તમારા કાનમાં ઈયરવેક્સ જમા થઈ ગયું છે તો તમે કાનની સફાઈ માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે કાનમાં સરસવના તેલના થોડા ટીપાં નાખવા અને પછી 30 મિનિટ તેને રહેવા દો. તેલના કારણે કાનમાં જમા થયેલી ગંદકી ફૂલીને ઉપરની તરફ આવશે. ત્યારપછી તમે રુ વડે મેલને બહાર કાઢી લો.
2. બેબી ઓઈલ
બેબી ઓઈલ પણ ઈયરવેક્સ સાફ કરવા માટેનો એક અસરકારક ઉપાય છે. કાન સાફ કરવા માટે તમે ઈયર બડ્સને બદલે બેબી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. કાનની સફાઈ માટે કાનમાં બેબી ઓઈલ નાખવું જોઈએ. તેનાથી ઈયરવેક્સ આપોઆપ ઉપર આવી જાય છે. ત્યારબાદ તેને તમે રુની મદદથી બહાર કાઢી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)