Aloevera Juice: સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એલોવેરા, જાણો પીવા માટેનું જ્યૂસ ઘરે કેવી રીતે બનાવવું
Aloevera Juice: એલોવેરા જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખાસ વાત એ છે કે તમે ઘરે એલોવેરા જ્યુસ બનાવી શકો છો. એલોવેરાના પાનમાંથી સરળતાથી રસ બનાવી શકાય છે. આજે તમને એલોવેરા જ્યૂસ બનાવવાની રીત અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.
Trending Photos
Aloevera Juice: એલોવેરાનો ઉપયોગ તમે પણ આજ સુધી ઘણીવાર કર્યો હશે. મોટાભાગે એલોવેરાનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કરવામાં આવે છે. એલોવેરાને ચહેરા પર લગાડવાથી ત્વચાના ડાઘ, ખીલ દુર થાય છે. પરંતુ શું તમે જાણો છે કે એલોવેરા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? એલોવેરાનો ઉપયોગ તમે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
એલોવેરા જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ખાસ વાત એ છે કે તમે ઘરે એલોવેરા જ્યુસ બનાવી શકો છો. એલોવેરાના પાનમાંથી સરળતાથી રસ બનાવી શકાય છે. આજે તમને એલોવેરા જ્યૂસ બનાવવાની રીત અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ. એલોવેરાના પાનમાંથી તેનું જેલ કાઢી તેમાં થોડું પાણી ઉમેરી જ્યુસ તૈયાર કરી લેવું.
આ પણ વાંચો:
જામફળના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે
એલોવેરા જ્યુસ પીવાથી ઇન્સ્યુલિન લેવલ વધે છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. એલોવેરા જ્યુસમાં ખાંડનું પ્રમાણ અન્ય જ્યુસની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પાચન સુધારે છે
કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓથી પીડાતા લોકો એલોવેરા જ્યુસનું સેવન કરી શકે છે. આ રસમાં રેચક ગુણ હોય છે. જે કબજિયાતથી રાહત અપાવે છે. એલોવેરા જ્યુસ પીવાથી હાર્ટબર્નની સમસ્યાથી પણ રાહત મળે છે.
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર
એલોવેરા જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેને પીવાથી ચહેરાની ચમક વધે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તમે અઠવાડિયામાં 2 થી 3 દિવસ તેનું સેવન કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે