ફ્રીજમાં રાખેલો લોટ થઈ જતો હોય કાળો તો આ રીતે કરો તેને સ્ટોર, નહીં બદલે રંગ અને રહેશે ફ્રેશ
How to keep Roti Dough fresh in the fridge: ફ્રીજમાં રાખેલો લોટ ખરાબ થતો તો નથી પરંતુ યોગ્ય રીતે તેને સ્ટોર કરવામાં ન આવ્યો હોવાથી તે કાળો થઈ જાય છે અને પછી રોટલીનો રંગ પણ બદલી જાય છે. તો આજે તમને જણાવીએ એવી ટીપ્સ વિશે જેને અપનાવશો તો તમારી રોટલીનો લોટ ફ્રીજમાં રાખવાથી કાળો પણ નહીં થાય અને કડક પણ નહીં થાય.
How to keep Roti Dough fresh in the fridge: આજના સમયમાં મહિલાઓ પણ કામ કરતી હોય છે જેને કારણે તેઓ આગલા દિવસે જ ભોજન બનાવવા માટેની શક્ય હોય એટલી તૈયારીઓ કરી રાખે છે. આવી તૈયારીઓ માંથી એક છે રોટલી માટેનો લોટ બાંધીને રાખવો. આ સિવાય ઘણી વખતે એવું થાય છે કે લોટ વધારે લઈ લીધું હોય અને રોટલી કરતાં બચે. આવી સ્થિતિમાં લોટને ફેંકવા ને બદલે સ્ટોર કરીને રાખી દેવામાં આવે છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. ફ્રીજમાં રાખેલો લોટ ખરાબ થતો તો નથી પરંતુ યોગ્ય રીતે તેને સ્ટોર કરવામાં ન આવ્યો હોવાથી તે કાળો થઈ જાય છે અને પછી રોટલીનો રંગ પણ બદલી જાય છે. તો આજે તમને જણાવીએ એવી ટીપ્સ વિશે જેને અપનાવશો તો તમારી રોટલીનો લોટ ફ્રીજમાં રાખવાથી કાળો પણ નહીં થાય અને કડક પણ નહીં થાય.
આ પણ વાંચો:
તમે તો નથી ખરીદ્યુંને નકલી સિંધવ મીઠું ? આ 3 રીતે ચકાશો મીઠું અસલી છે કે નકલી
રાત્રે સુતા પહેલા પગ ધોવા છે જરૂરી, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે
ચીકણા થઈ ગયા છે રસોડામાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બા ? તો આ રીતે કરો તેને સાફ, ચમકી જશે
લોટમાં મીઠું ઉમેરો
જો તમે રોટલી માટેનો લોટ અગાઉથી બનાવીને રાખતા હોય તો તેમાં થોડું મીઠું ઉમેરી દેવું. લોટમાં મીઠું ઉમેરી દેવાથી તેમાં રહેલા માઇક્રો બેકટેરિયા વધવાની ગતિ ધીમી પડી જાય છે. તેના કારણે લોટ કલાકો સુધી કાળો પડતો નથી.
હુંફાળા પાણીથી બાંધેલો લોટ
જો રોટલીનો લોટ એક દિવસ અગાઉ સ્ટોર કરીને રાખવો હોય તો નમક ઉમેરવાની સાથે તેમાં હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરો. અથવા તો દૂધનો ઉપયોગ કરવાથી પણ લોટ કાળો નહીં પડે.
ઘી અને તેલ
લોટને ફ્રિજમાં મૂકો તે પહેલા તેની ઉપર બરાબર રીતે ઘી અથવા તો તેલ લગાડી દેવું. ત્યાર પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાથી લોટ બે દિવસ સુધી એવો ને એવો રહે છે. શક્ય હોય તો લોટને સ્ટોર કરવા માટે કાચના વાસણનો ઉપયોગ કરવો.