weight loss: એક વખત વજન કંટ્રોલ બહાર જતું રહે તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. જોકે વજન ઘટાડવું અશક્ય નથી બસ તેના માટે તમારે ખાવા પીવાની કેટલીક આદતો બદલવી જરૂરી છે. વજન ઘટાડવા માટે કસરત કરવાની સાથે જરૂરી છે કે તમે તમારા આહારમાંથી કેટલીક વસ્તુઓની બાદબાકી કરી દો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ ઓછા લોકો આ સિક્રેટ જાણે છે કે જો ઝડપથી વજન ઘટાડવું હોય તો ભોજનમાંથી માત્ર ત્રણ વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ. જો તમે એક મહિના સુધી આ ત્રણ વસ્તુઓને ખાવાનું ટાળશો તો તમે જોશો કે તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. જે ત્રણ વસ્તુની અહીં વાત કરી રહ્યા છીએ તે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેમણે કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. આપણા દૈનિક આહારની એવી ત્રણ વસ્તુઓ છે જે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જો તમે આ ત્રણ વસ્તુ ખાવાનું બંધ કરી દેશો તો તમારા વજનમાં ધરખમ ઘટાડો ગણતરીના દિવસોમાં થઈ જશે.


આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં આ 5 વસ્તુઓનું સેવન કરી ફુગ્ગાની જેમ ફુલેલા શરીરને કહો અલવિદા


ખાંડ


જો તમે તમારું વજન ઘટાડવાનું મનથી નક્કી જ કરી લીધું છે તો ખાંડ ખાવાનું બંધ કરી દો. ખાંડ એ મીઠું ઝેર છે જે હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની બીમારી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ વધારે છે. આહારમાંથી ખાંડની બાદબાકી કરી તમે તેના બદલે ગોળ, મિસરી કે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકો છો.


મેંદો


વજન ઘટાડવું હોય તો એક મહિના સુધી બ્રેડ કે મેંદાથી બનેલી અન્ય વસ્તુઓને ખાવાનું પણ છોડી દો. મેંદામાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ હોય છે જે ઝડપથી પચે છે અને શરીરમાં ગ્લુકોઝ વધારે છે તેના કારણે વજન પણ ઝડપથી વધે છે. 


આ પણ વાંચો: સફેદ વાળને નેચરલી મૂળમાંથી કાળા કરવા શક્ય છે.. શિયાળામાં મળતી આ વસ્તુનો રસ કરશે જાદુ


ચોખા


ખાંડ અને મેંદાની જેમ ચોખા પણ રિફાઇન્ડ ફૂડ છે. તેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે અને અન્ય પોષક તત્વો ઓછા. તમારા દૈનિક આહારમાંથી જો તમે સફેદ ચોખાને બાદ કરી દેશો તો વજન ઝડપથી ઘટતું જોવા મળશે. ચોખાને બદલે તમે જવ, ઓટ્સ, બાજરો કે અન્ય આખા અનાજનું સેવન કરી શકો છો. અન્ય બધા જ અનાજમાં ફાઇબર અને પોષક તત્વો ભરપૂર હોય છે જે તમને લાંબા સમય સુધી ભૂખનો અનુભવ થવા નહીં દે જેના કારણે વજન પણ ઝડપથી ઘટશે.


આ પણ વાંચો: Belly Fat: રોજ ઘરે જ કરી લો આ 5 કસરત, જીમમાં ગયા વિના ઉતરી શરીર પર જામેલા ચરબીના થર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)