Shiny Hair: અળસી વાળની પ્રાકૃતિક સુંદરતા વધારે છે. તે વાળના મૂળને અંદરથી પોષણ આપે છે. તેના કારણે સ્વસ્થ વાળનો વિકાસ થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળ તુટવાનું પ્રમાણ પણ ઘટે છે. અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 5 મંદિરમાં દર્શન કરવા હોય તો પુરુષો માટે ધોતી અને મહિલા માટે સાડી ફરજિયાત


અળસીનું હેર માસ્ક


અળસીના બીનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. જેમાં સૌથી વધુ અસર અળસીનું માસ્ક કરે છે. તેના માટે એક વાટકીમાં 1 ચમચી દહીં, 1 ચમચી અળસીનો પાવડર મિક્સ કરો અને તેમાં 1 ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 1 કલાક માટે સુકાવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. 


આ પણ વાંચો: Anti Aging Mask: આ હોમમેડ ફેસપેકનો ઉપયોગ કરશો તો 50 ની ઉંમરે પણ દેખાશો 20 જેવા યુવાન


અળસીનું જેલ


અળસીનું જેલ પણ વાળને ફાયદો કરે છે. તેના માટે 2 ચમચી અળસીને અઢી કપ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેને ઠંડુ કરી લો. જ્યારે આ જેલ ઠંડુ થઈ જાય તો તેને સ્કેલ્પમાં લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઈ લો. 


આ પણ વાંચો: વજન ઘટાડવું છે ? તો બીજું બધું છોડો ખાલી રોટલીનો લોટ બદલો, 1 મહિનામાં દેખાશે રીઝલ્ટ


કેળા અને અળસીનું માસ્ક


આ માસ્કને બનાવવા માટે 1 ચમચી અળસીનો પાવડર, એક કેળાની પેસ્ટ અને 1 ચમચી મધને મિક્સ કરો. ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી વાળમાં લગાવો. 30 મિનિટ પછી હેરવોશ કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)