Hair Care: દરેક યુવતી પોતાના વાળને કાળા, ચમકદાર અને લાંબા રાખવા ઈચ્છે છે. તેના માટે તેઓ બજારમાં મળતા મોંઘા શેમ્પૂનો ઉપયોગ પણ કરે છે. જો કે કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ વાળના મૂળને નબળા પણ બનાવી શકે છે અને તેની આડઅસર થાય તો વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમારે વાળને થતા આ નુકસાનની ચિંતા કર્યા વિના વાળને લાંબા અને મજબૂત બનાવવા હોય તો તમે રસોડામાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ વાળ ધોવા માટે કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ શેમ્પૂની જેમ જ વાળ ધોવા માટે કરી શકાય છે અને તેના ઉપયોગ વાળ સ્વચ્છ, ચમકદાર અને મજબૂત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વસ્તુઓથી ધોઈ શકાય છે વાળ


આ પણ વાંચો:


1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના ઘરેલુ વસ્તુઓથી ગ્લોઈંગ સ્કીન મેળવવી શક્ય, અજમાવો આ નુસખા


કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ


સફેદ વાળમાં નહીં કરવો પડે કલર, વર્ષો જુનો આ દેશી નુસખો સફેદ વાળને મૂળમાંથી કરશે કાળા


લીંબુ - લીંબુના રસથી સ્કેલ્પની ત્વચાને પોષણ મળે છે અને વાળનું કુદરતી પીએચ બેલેન્સ જાળવવામાં મદદ મળે છે. તેનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ દુર થાય છે અને વાળને મજબૂત, લાંબા અને ચમકદાર બને છે. લીંબુ કુદરતી ક્લીન્ઝર છે જે વાળમાંથી તેલ અને ગંદકીને અસરકારક રીતે દુર કરે છે. તેના માટે એક કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરી તેને તમારા માથાની ચામડી પર લગાવો થોડીવાર મસાજ કરો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લો.


આમળા - આમળા વાળના ગ્રોથને વધારે છે. તેનો ઉપયોગ કરવા માટે એક તપેલીમાં 3-4 કપ પાણી ઉકાળો. જ્યારે તે ઉકળવા લાગે તો તેમાં અડધો કપ અરીઠા પાવડર, અડધો કપ આમળા પાવડર, અડધો કપ શિકાકાઈ પાવડર ઉમેરો. આ મિશ્રણને લગભગ 20 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને પછી કપડા વળે તેને ગાળી તેનાથી વાળ ધોવાનું રાખો. 


એપલ સીડર વિનેગર - વિનેગર પણ તમારા વાળના પીએચ બેલેન્સને જાળવવામાં મદદ કરી શકે છે. એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. પાણીમાં 2-3 ચમચી વિનેગર મિક્સ કરો અને શેમ્પૂ કર્યા પછી વાળમાં લગાવો. તેને થોડીવાર રહેવા દો પછી પાણીથી સારી રીતે ધોઈ લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)