Travel Gadgets: આજની દુનિયા ડિજિટલ છે. જેમાં આખા દિવસના દરેક કામ કરવા માટે એકથી એક ચડિયાતા ગેજેટ્સ મળે છે. આ ગેજેટ્સ આપાણી લાઈફનો ભાગ બનતા જાય છે. એમાંથી કેટલાક ગેજેટ્સ એવા છે જે આપાણી લાઈફને સરળ બનાવી શકે છે. એમાં પણ જે લોકોને ટ્રાવેલ કરવું ખૂબ જ પસંદ છે તેમના માટે ઉપયોગી થાય એવા અનેક ગેજેટ્સ છે. સોલો ટ્રિપ હોય કે ગ્રુપ સાથે આ ગેજેટ્સ અનેક રીતે કામ આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવર બેંક
સૌથી મહત્વનું અને ઉપયોગી ગેજેટ છે પાવર બેંક. સ્માર્ટફોન, હેડફોન કે અન્ય ડિવાઈસીઝને ચાર્જ કરવા માટે તમે પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો. જો પાવર બેંક હશે તો તમારે વારંવાર પ્લગ નહીં શોધવો પડે. વજનમાં તે ભારી નથી હોતી અને સાઈઝમાં નાની હોય છે. જેથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકે છે. ઓનલાઈન કે ઓફલાઈન તમને પાવર બેંક 500 રૂપિયાથી શરૂ થઈને 2000 સુધીની મળી શકે છે.


હેડફોન
ટ્રાવેલિંગ સમયે સંગીત સાંભળવા અથવા એન્ટરટેઈનમેન્ટ માટે ઓડિયો ડિવાઈસ તમારી પાસે હોવું જોઈે. માર્કેટમાં હેડફોન અને વાયરલેસ કે વાયર્ડ ઈયરફોન મળે છે. આ સાથે નેકબેન્ડ અને ટીડબલ્યૂએસ ઈયરફોન્સ પણ ઉપલબ્ધ છે. તમે ટ્રાવેલિંગ દરમિયાન તેને સાથે રાખી શકો છો. અને તે ઓનલાઈન તેમજ ઓફલાઈન 500 રૂપિયાની શરૂઆતની કિંમતથી ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:
અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ
રાશિફળ 17 એપ્રિલ: આ રાશિના લોકો આજે સાવધાન રહે, વૃશ્ચિક રાશિને થશે ધન લાભ
કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? તમે પણ જાણો સમગ્ર કહાની


બ્લૂટૂથ સ્પીકર
માર્કેટમાં અનેક પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર્સ મળે છે. વજનમાં હળવા હોવાની સાથે તે સાઈઝમાં નાના હોય છે અને તેને તમે સરળતાથી લઈને જઈ શકો છો. તમે જો રાત્રે ટ્રિપમાં મ્યુઝિક સાથે મસ્તી કરવા ઈચ્છતા હોય તો આ ઉપયોગી ડિવાઈસ છે.


ઈન્સ્ટન્ટ કેમેરા
ક્યાંક ફરવા જાઓ અને ફોટો ન પાડો એવું તો શક્ય નથી. આજકાલ લોકો સ્માર્ટફોનથી ફોટો ક્લિક કરે છે. પરંતુ તેને પ્રિન્ટ નથી કરી શકતા. એટલે સારું એ રહે કે, તમે નાના-નાના ફોટોસ ક્લિક કરવા માટે ઈન્સ્ટન્ટ કેમેરા રાખો. જેનાથી ફોટોસ ક્લિક કરવાની સાથે તમે પ્રિન્ટ પર કાઢી શકશો.


સ્માર્ટવૉચ
ટ્રાવેલ કરતા સમયે સ્માર્ટવૉચ ખૂબ જ કામ આવે છે. આ વૉચમાં ફિટનેસ અને હેલ્થ સાથે જોડાયેલા અનેક ફિચર્સ હોય છે. તેની કિંમત 1000 રૂપિયાથી શરૂ થાય છે. અને તે ખૂબ જ કામ આવી શકે છે.


આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube