Lizards: ગરોળી ઘરમાં ઘુસી ગઈ હોય તો તેને બહાર કાઢવી મુશ્કેલ કામ થઈ જાય છે. ખાસ કરીને જો ગરોળી રસોડામાં હોય તો મોટી મુસીબત કારણ કે રસોડાના કેબિનેટમાં ગરોળી ક્યાં છુપાઈ જાય તે ખબર પણ નથી પડતી. રસોડામાં ખાવા-પીવાનો સામાન હોય છે. જો તેમાં ગરોળી પડી જાય તો જોખમ વધી જાય છે. આમ તો બજારમાં ગરોળી ભગાડવા માટેની દવાઓ પણ મળે છે પરંતુ આ દવાઓ પણ ઝેરી હોય છે તેથી રસોડામાં તેનો ઉપયોગ કરવામાં તકલીફ પડે છે. જો કે દવા વિના પણ તમે ગરોળીને ભગાડી શકો છો. તેના માટે આજે તમને 5 ઉપાયો જણાવીએ. આ ઉપાયો ગરોળી ભગાડવા માટે અતિઉપયોગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળીને કલાકમાં ઘરમાંથી ભગાડવાની 5 રીતો


આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


ઈંડાના છોતરા


ઈંડાના છોતરાથી ગરોળી ફટાફટ ભાગે છે. તેના માટે રસોડામાં 2 થી 3 ઈંડાના છોતરા અલગ અલગ જગ્યાએ રાખી દેવા. તેની તીવ્ર સ્મેલથી ગરોળી દુર ભાગી જાય છે. અઠવાડીયામાં 2 દિવસ આવું કરશો એટલે ગરોળી ભાગી જશે. 


કાકડી


કાકડી પણ ગરોળીને ભગાડી શકે છે. કાકડીથી ગરોળી દુર ભાગે છે. રાતના સમયે એક કાકડીના ટુકડા કરી રસોડામાં રાખી દો. રસોડામાં ગરોળી દેખાતી બંધ થઈ જશે. 


આ પણ વાંચો: Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી


કોફી


કોફીથી પણ ગરોળી દુર ભાગે છે. કોફી પાવડરને ક્રશ કરી તેમાં તંબાકૂ મિક્સ કરો. ત્યારબાદ રસોડામાં અલગ અલગ જગ્યાએ આ પાવડર રાખી દો. ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જશે.


લીંબુ


લીંબુ પણ ગરોળી માટે રામબાણ છે. તેની તીવ્ર સુગંધ ગરોળીને ભગાડે છે. એક સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને રસોડાની દિવાલો પર છાંટી દો. આ સ્પ્રેના કારણે ગરોળી આવશે જ નહીં.


આ પણ વાંચો: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


લવિંગ અને લસણ


લસણ અને લવિંગ પણ ગરોળીને ભગાડી શકે છે. તેના માટે લસણને વાટી તેમાં લવિંગનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને એ જગ્યાએ રાખો જ્યાં ગરોળી આવતી હોય. તેનાથી ગરોળી તુરંત ભાગવા લાગશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)