ટ્રાય કરો આ 4 માંથી કોઈપણ એક નુસખો, ખરતા વાળની સમસ્યા ટ્રીટમેન્ટ વિના થશે દુર
Hair Care: ખરતા વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ચૂક્યા હોય છે. વાળ ખરવાના અનેક કારણ હોય છે. સ્ટ્રેસ અને અનહેલ્ધી ફૂડના કારણે સૌથી વધારે વાળ ખરે છે. આ સિવાય વાળની જ્યારે જરૂરી પોષક તત્વો ન મળતા હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. કારણ કોઈપણ હોય પરંતુ તમે કેટલાક સરળ કામ કરીને ખરતા વાળને ટ્રીટમેન્ટ વિના અટકાવી શકો છો.
Hair Care: ખરતા વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ચૂક્યા હોય છે. વાળ ખરવાના અનેક કારણ હોય છે. સ્ટ્રેસ અને અનહેલથી ફૂડના કારણે સૌથી વધારે વાળ ખરે છે. આ સિવાય વાળની જ્યારે જરૂરી પોષક તત્વો ન મળતા હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. શરૂઆતમાં તો લોકો ખરતા વાળ ઉપર ધ્યાન આપતા નથી પરંતુ ધીરે ધીરે માથા પર ટાલ દેખાવા લાગે છે. માથા પર જ્યારે ટાલ દેખાવા લાગે ત્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો અને વાળનો ગ્રોથ વધારી શકો છો. આજે તમને ખરતા વાળને અટકાવવાના ઘરેલુ ઉપાય જણાવીએ.
આ પણ વાંચો:
સુવાની રીત બદલી દુર કરી શકો છો સ્વાસ્થ્ય સમસ્યાઓ, જાણો કઈ તકલીફમાં કેવી રીતે સુવું?
30 દિવસમાં ટાલમાં પણ દેખાવા લાગશે વાળ, ટ્રાય કરો આમાંથી કોઈપણ એક દેશી ઉપાય
ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર
મસાજ - મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે થાય છે અને તેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેથી સારા હેર ઓઇલ થી સપ્તાહમાં બે થી ત્રણ વખત માથામાં મસાજ કરવી.
આમળા - આમળામાં જરૂરી ફેટી એસિડ હોય છે જે વાળના રોમ છિદ્રોને મજબૂત કરે છે તેમાંથી વિટામીન સી પણ ભરપૂર હોય છે જે વાળને સફેદ થતા અટકાવે છે.
કેસ્ટર ઓઇલ - વાળ માટે કેસ્ટર ઓઇલ ચમત્કાર જેવું કામ કરે છે. વાળમાં કેસ્ટર ઓઇલ લગાડવાથી ખરેલા વાળ ની જગ્યાએ નવા વાળ ઉગવા લાગે છે.
ડુંગળીનો રસ - ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાડી મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી તાલમાં પણ વાળ ઉગવા લાગે છે. તમે ડુંગળીના રસને નાળિયેરના તેલમાં મિક્સ કરીને પણ લગાડી શકો છો. શેમ્પુ કરવાનું હોય તેની 15 મિનિટ પહેલા ડુંગળીનો રસ લગાડવાથી લાભ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)