30 દિવસમાં ટાલમાં પણ દેખાવા લાગશે વાળ, ટ્રાય કરો આમાંથી કોઈપણ એક દેશી ઉપાય
Hair Fall Remedy: વાળમાં ખૂબ જ ખોડો હોવો, કે ઊંદરી હોવી, વાળમાં વારંવાર શેમ્પૂ, હેરડ્રાયર કે હેરકલરનો ઉપયોગ, ચા, કોફી વગેરેનું અતિપ્રમાણમાં સેવન. ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું, વ્યસન જેવા કારણોને લીધે પણ વાળ ખરે છે અને વાળને નુકસાન થાય છે. આ તો થઈ વાળ ખરવાના કારણોની વાત, હવે વાળ કાળા, લાંબા અને ઘટાદાર કરવાના કેટલાક ઉપાયો પણ જાલી લો.
Trending Photos
Hair Fall Remedy: સુંદર અને આકર્ષક વાળ એ વ્યક્તિત્ત્વમાં અનેકગણો વધારો કરી દે છે. સુંદર, લાંબા અને ભરાવદાર વાળ કોઈ પણ માનુનીને પાછા વળીને જોવાની ઈચ્છા અવશ્ય કરાવે ત્યારે વાળ ખરવાના કયા કયા કારણો હોઈ શકે શું આપતો આવી ભુલ નથી કરતાને. વાળની જાળવણી માટે શુ કરવાનું છે અને શું નથી કરવાનું
કયા કારણોથી ખરે છે વાળ
આ પણ વાંચો:
વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે વાળમાં નિયમિત તેલ ન નાખવું. આ સિવાય માનસિક ચિંતા કે ઉદ્વેગ વગેરે કરવાથી પણ આપના વાળને નુક્સાન પહોચી શકે છે. આ ઉપરાંત ખોરાકમાં પ્રોટીન અને કેલ્શિયમની કમી પણ આ માટે કારણભૂત છે. વાળમાં ખૂબ જ ખોડો હોવો, કે ઊંદરી હોવી, વાળમાં વારંવાર શેમ્પૂ, હેરડ્રાયર કે હેરકલરનો ઉપયોગ, ચા, કોફી વગેરેનું અતિપ્રમાણમાં સેવન. ખુલ્લા માથે આકરા તડકામાં ફરવું, વ્યસન જેવા કારણોને લીધે પણ વાળ ખરે છે અને વાળને નુકસાન થાય છે. આ તો થઈ વાળ ખરવાના કારણોની વાત, હવે વાળ કાળા, લાંબા અને ઘટાદાર કરવાના કેટલાક ઉપાયો પણ જાલી લો.
હેર ગ્રોથ વધારતા અને ખરતા વાળ અટકાવતા ઉપાય
- કાળા તલ, બ્રાહ્મી અને સાકર રોજ સવારે ૧-૧ ચમચી ખાવાથી વાળ કાળા થાય છે અને તેનો જથ્થો પણ વધે છે.
- કોપરેલ અને મેથીના દાણાનુ તેલ નાખવાથી પણ લાભ થાય છે.
આ પણ વાંચો:
- જો બીમારી પછી વાળ ખરી ગયા હોય તો માથામાં કાંદાનાં રસની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે.
- ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ મેથી દાણા નાખી સાત દિવસ સૂર્ય તાપમાં રાખો. ત્યારપછી તેલ ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ તેલની સવાર-સાંજ માથામાં માલિશ કરવાથી વાળ ઉતરતા અટકે છે અને નવા પણ ઉગે છે સાથે લાંબા ગાળે વાળ ઘટ્ટ પણ થાય છે.
- આમળા, કાળાતલ, ભાંગરો અને બ્રાહ્મી સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણ એક-એક ચમચી સવાર-સાંજ અને શક્ય હોય તો દૂધીનાં રસ સાથે લેવું જેનાથી સફેદ વાળ ધીરે ધીરે પોતાનાં મૂળ સ્વરૃપમાં આવવા લાગે છે.
- ૧૦૦ ગ્રામ આમળાને ૫૦૦ ગ્રામ પાણીમાં ૬ દિવસ સુધી પલાળી રાખવા. તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું. આ ઘી ગાળીને માથામાં નાખવું. તેનાથી વાળ ઘટ્ટ, કાળા અને સુંવાળા બનશે. તેમજ વાળનું લસ્ટર પણ અવશ્ય વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે