Skin Care: ઠંડીની આડઅસરથી બચવા ટ્રાય કરો આમળાના આ ફેસપેક, શિયાળામાં ચહેરો ચમકશે ચાંદ જેવો
Skin Care: આમળાનો ઉપયોગ કરીને તમે ખીલ અને ડેડ સ્કીન જેવી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આપણા વિટામીન સી થી ભરપૂર હોય છે જે ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. આ વિટામિન ત્વચા માટે જરૂરી હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
Skin Care: શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં આમળા પણ દેખાવા લાગે છે. શિયાળામાં મળતા આમળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે અને બીમારીઓથી પણ રાહત મળે છે. પરંતુ આપણા માત્ર સ્વાસ્થ્યને જ લાભ કરે છે તેવું નથી. આમળાનું સેવન કરવાથી ત્વચા ને પણ ફાયદો થાય છે.
આ પણ વાંચો: Hair Growth: શું ખરેખર વાળના ગ્રોથ માટે ડુંગળીનો રસ અસરકારક છે ? જાણો શું છે સત્ય
આમળાનો ઉપયોગ કરીને તમે ખીલ અને ડેડ સ્કીન જેવી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આપણા વિટામીન સી થી ભરપૂર હોય છે જે ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. આ વિટામિન ત્વચા માટે જરૂરી હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. જો તમને ત્વચા પર ખીલ હોય અને સાથે જ એજિંગની અસર પણ દેખાવા લાગી હોય એટલે કે ચહેરા પર કરચલીઓ દેખાતી હોય તો તમે આમળાથી બનતા ફેસપેક પણ લગાવી શકો છો. આ ફેસપેક લગાડવાથી શિયાળામાં ત્વચા ફાટશે પણ નહીં અને સુંદર દેખાશે.
આ પણ વાંચો: Lip Care: શિયાળામાં પણ હોઠને રુ જેવા સોફ્ટ રાખવા અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
આ ફેસપેકમાં આમળાની સાથે એલોવેરા મધ અને લીંબુ જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જેના કારણે ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. આ ફેસપેક બનાવવા માટે બે ચમચી આમળા નો પાવડર લઈ તેમાં એક ચમચી દહીં ઉમેરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો અને 5 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી 10 મિનિટ તેને રહેવા દો અને પછી ઠંડા પાણીથી સાફ કરો.
આ પણ વાંચો: Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત
આમળાનો બીજો ફેસપેક બનાવવા માટે એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી આમળાનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો અને પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી તેને સુકાવા દો અને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
આમળા પાવડરનો ત્રીજો ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં ત્રણ ચમચી આમળાનો પાવડર લઈ તેમાં થોડો લીંબુનો રસ અને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા અને ગરદન પર લગાવો અને પછી મસાજ કરીને તેને સાફ કરો. આ ફેસ પેકમાંથી કોઈપણ એક ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી સ્કિન હેલ્ધી બનશે અને ગ્લો દેખાશે.
આ પણ વાંચો: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)