Cooking Tips: શાકમાં વધી જાય તેલ તો ટ્રાય કરો આ નુસખો, 1 મિનિટમાં ગ્રેવીથી અલગ થઈ જશે તેલ
Cooking Tips: નિયમિત રીતે તેલ વધારે ખાવાથી સ્થૂળતા, હાઇ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીનું જોખમ પણ વધી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી લોકો તેમનો ઉપયોગ રસોઈમાં ઓછો કરે છે. પરંતુ તેમ છતાં જો રસોઈમાં તેલ વધારે પડી જાય તો તમે તેને કેટલીક ટ્રિક્સ અજમાવીને દૂર કરી શકો છો.
Cooking Tips: ઘણી વખત એવું થાય છે કે ઉતાવળમાં ભોજન બનાવતી વખતે શાક કે ગ્રેવીમાં તેલ વધારે પડી જાય. ઘણા લોકોને ઘરમાં રોજની રસોઈમાં પણ વધારે તેલ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ મોટાભાગના લોકોને શાક કે ગ્રેવીમાં વધારે તેલ પસંદ નથી હોતું. નિયમિત રીતે તેલ વધારે ખાવાથી સ્થૂળતા, હાઇ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીનું જોખમ પણ વધી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી લોકો તેમનો ઉપયોગ રસોઈમાં ઓછો કરે છે. પરંતુ તેમ છતાં જો રસોઈમાં તેલ વધારે પડી જાય તો તમે તેને કેટલીક ટ્રિક્સ અજમાવીને દૂર કરી શકો છો.
શાક કે ગ્રેવીનું તેલ દૂર કરવાની ટ્રિક્સ
આ પણ વાંચો
32 ની કમર થશે 28 ની, રોજ પીવો જીરાનું પાણી, જાણો ક્યારે પીવું અને કેવી રીતે બનાવવું
ફાયબરથી ભુરપુર લીમડાના ફુલ Belly Fat થી અપાવશે મુક્તિ, આ 3 રીતે કરી શકો છો ઉપયોગ
આ 5 વસ્તુઓ ખાવાથી વાળમાં વધે છે કેરાટીન પ્રોડકશન, ટ્રીટમેન્ટ વિના વાળમાં આવે છે શાઈન
ગ્રેવીને મુકો ફ્રીજમાં
જો શાક કે ગ્રેવીમાં તેલ વધારે પડી જાય તો તે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તેને ફ્રિજમાં રાખી દેવું જોઈએ. તેલમાં ફેટ હોય છે અને ફેટ ઠંડકમાં જામી જાય છે. તમે ગ્રેવીને થોડીવાર ફ્રિજમાં મૂકી દેશો તો તેની ઉપર તેલ જામી જશે અને પછી તેને તમે સરળતાથી અલગ કરી શકો છો.
બરફના ટુકડા
શાક કે ગ્રેવી માંથી એક્સ્ટ્રા તેલ દૂર કરવા માટે બરફના ટુકડા નો ઉપયોગ પણ કરી શકાય છે. બરફના ટુકડાને થોડીવાર માટે ગ્રેવીમાં મૂકી દેવા. તેનાથી તેલ બધું બરફના ટુકડા પર ચોટી જશે અને તમે સરળતાથી તેને અલગ કરી શકો છો.
ટીશ્યુ પેપર
ટીશ્યુ પેપર ની મદદથી પણ તમે શાક કે ગ્રેવી પરથી તેલ અલગ કરી શકો છો. શાક કે ગ્રેવી ના પેનમાં ટીસુ પેપર હળવા હાથે રાખવાથી ઉપરનું તેલ બધું જ ટીસુ પેપર પર આવી જશે અને એક્સ્ટ્રા ઓઇલ આરામથી દૂર થઈ જશે.
આ પણ વાંચો
Hair Care: આ વસ્તુ કુદરતી રીતે વાળને કરે છે કાળા, સફેદ વાળની પણ વધશે ડાર્કનેસ
બ્રેડથી કરો તેલ દૂર
બ્રેડની મદદથી પણ તમે વધારાના તેલને દૂર કરી શકો છો. તેના માટે ગ્રેવી કે સબ્જી ઉપર થોડી વાર માટે બ્રેડ ના ટુકડા કરીને મૂકી દો. થોડી જ મિનિટોમાં બ્રેડ બધું જ તેલ શોષી લેશે ત્યાર પછી તમે બ્રેડને અલગ કરી શકો છો.
દહીં ઉમેરો - જો શાક કે ગ્રેવીમાં તેલ વધી ગયું હોય તો તમે તેમાં દહીં કે છાશ ઉમેરી શકો છો. તેનાથી તેલનો સ્વાદ ઘટી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)