Hair Care: આ 5 વસ્તુઓ ખાવાથી વાળમાં વધે છે કેરાટીન પ્રોડકશન, ટ્રીટમેન્ટ વિના વાળનો વધશે ગ્રોથ અને શાઈન

Hair Care: કેરાટિન આપણા વાળ, ત્વચા અને નખમાં મળતું એક પ્રોટીન છે. તેના કારણે જ આપણા વાળ લાંબા, કાળા અને ઘટ્ટ બને છે. જો શરીરમાં તેની ઉણપ હોય તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે. એટલે કે જો વાળને ટ્રીટમેન્ટ વિના સુંદર અને શાઈની રાખવા હોય તો તેના માટે આ 5 ફૂડ ખાવાનું રાખવું જોઈએ. 

Hair Care: આ 5 વસ્તુઓ ખાવાથી વાળમાં વધે છે કેરાટીન પ્રોડકશન, ટ્રીટમેન્ટ વિના વાળનો વધશે ગ્રોથ અને શાઈન

Hair Care: કેરાટિન આપણા વાળ, ત્વચા અને નખમાં મળતું એક પ્રોટીન છે. તેના કારણે જ આપણા વાળ લાંબા, કાળા અને ઘટ્ટ બને છે. જો શરીરમાં તેની ઉણપ હોય તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે. એટલે કે જો વાળને ટ્રીટમેન્ટ વિના સુંદર અને શાઈની રાખવા હોય તો તેના માટે આ 5 ફૂડ ખાવાનું રાખવું જોઈએ.  જો તમે નિયમિત આ વસ્તુઓ ખાવ છો તો કેરાટિનના પ્રોડકશનમાં વધારો થાય છે જે વાળની સુંદરતામાં વધારો કરે છે.
 
ઈંડા

ઈંડા એક સુપરફૂડ છે જે નાસ્તાથી લઈને રાતના ભોજન સુધીમાં કોઈપણ સમયે ખવાય છે. તેમાં પ્રોટીન હોય છે જે કેરાટિનના ઉત્પાદનમાં મદદ કરે છે જે તમારા વાળને સ્વસ્થ બનાવે છે.

ડુંગળી

ડુંગળી એક એવું શાક છે કે જેનો ઉપયોગ તમામ પ્રકારની વાનગીઓમાં થાય છે. જો તમે નિયમિતપણે કાચી ડુંગળી ખાઓ છો તો તે કેરાટિનનું ઉત્પાદન વધારે છે.

આ પણ વાંચો:

સાલમન

સાલમન એક ચરબીયુક્ત માછલી છે જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં બાયોટિન હોય છે જે કેરાટિનના ઉત્પાદનમાં મદદ કરે છે.
 
શક્કરિયા

શક્કરીયા એ એક ઉત્તમ ખોરાક છે જેમાં પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. તે કેરાટિનના ઉત્પાદનમાં વધારો કરે છે. તમે તેને બાફીને ખાઈ શકો છો.

લસણ

ડુંગળીની જેમ લસણ પણ રોજની ઘણી વાનગીઓમાં ઉપયોગમાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં એવા પોષક તત્વો અને એમિનો એસિડ હોય છે જે કેરાટિનનું ઉત્પાદન વધારે છે. 

 
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news