ફાયબરથી ભુરપુર લીમડાના ફુલ Belly Fat થી અપાવશે મુક્તિ, જાણો કેવી રીતે કરવો આ ફુલનો ઉપયોગ

Get Rid of Belly Fat: લીમડાના ફુલ ખૂબ જ ગુણકારી હોય છે. આજે તમને લીમડાના ફૂલના એવા ફાયદા વિશે જણાવીએ જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદના નિષ્ણાંતો અનુસાર લીમડામાં અનેક ઔષધીય ગુણો હોય છે. તેના મૂળથી લઈને તેના પાંદડા સુધીની દરેક વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર છે.

ફાયબરથી ભુરપુર લીમડાના ફુલ Belly Fat થી અપાવશે મુક્તિ, જાણો કેવી રીતે કરવો આ ફુલનો ઉપયોગ

Get Rid of Belly Fat: વજન વધી જાય પછી તેને ઘટાડવું સરળ નથી. તેના માટે તમારે ડાયટ અને એક્સરસાઈઝની મદદ લેવી પડશે. પરંતુ વજનને ઓછી મહેનતે પણ ઘટાડી શકાય છે. જો તમે ઓછી મહેનતે પેટ અને કમરની ચરબી ઘટાડવા માંગતા હોય તો આયુર્વેદિક વસ્તુઓ તમને ઉપયોગી થઈ શકે છે. જેમકે લીમડો, લીમડો વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. 

ખાસ કરીને લીમડાના ફુલ ખૂબ જ ગુણકારી હોય છે. આજે તમને લીમડાના ફૂલના એવા ફાયદા વિશે જણાવીએ જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદના નિષ્ણાંતો અનુસાર લીમડામાં અનેક ઔષધીય ગુણો હોય છે. તેના મૂળથી લઈને તેના પાંદડા સુધીની દરેક વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર છે.

લીમડાના ફૂલથી ઘટશે વજન 

આ પણ વાંચો:

લીમડાના ફુલની મદદથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ખોરાક પચવામાં સરળતા રહે છે. તેના કારણે શરીરની કેલરી ઝડપથી બર્ન થાય છે. તમે અલગ અલગ રીતે લીમડાનું સેવન વજન ઘટાડવા માટે કરી શકો છો. લીમડાના ફૂલ ત્વચાથી લઈને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. લીમડો ભૂખને કાબૂમાં રાખે છે.  લીમડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેના કારણે વારંવાર ભુખ લાગતી નથી.

આ 3 રીતે કરી શકો છો લીમડાના ફૂલનો ઉપયોગ

1. સવારે જાગીને તાજા લીમડાના ફૂલ તોડી તેને ખાલી પેટ ચાવીને ખાવાનું રાખો. તેની સાથે તમે લીમડાના કુણા પાન પણ ખાઈ શકો છો. તેનાથી વજન ઝડપથી ઘટશે. 

2. વજન ઘટાડવા માટે તમે લીમડાના ફૂલ અને મધનું સેવન કરી શકો છો. લીમડાના ફૂલોને સારી રીતે પીસી લો પછી તેમાં 1 ચમચી મધ મિક્સ કરો અને સવારે ખાલી પેટ આ મિશ્રણનું સેવન કરો.

3. લીમડાના ફૂલની ચા પણ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ચા બનાવવા માટે તાજા લીમડાના ફૂલને 1 કપ પાણીમાં ઉકાળો. પછી તેમાં થોડો આદુનો રસ મિક્સ કરીને પીવાનું રાખો. આ ચા દિવસમાં માત્ર 1 કપ પીવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news