White Hair: જેમ જેમ ઉંમર વધે છે તેમ માથામાં વાળ સફેદ થાય છે પરંતુ આજના સમયમાં 20 થી 25 વર્ષના યુવાનોને પણ સફેદ વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય તો કોન્ફિડન્સ પણ લો થઈ જાય છે. જોકે આવી સ્થિતિમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી તમે કેટલા ઘરેલુ ઉપાય કરીને સફેદ વાળને નેચરલી કાળા કરી શકો છો. તેના માટે રસોડાની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે. જો તમે નથી જાણતા કે રસોડાની કઈ વસ્તુઓ તમારા વાળને ફરીથી કાળા કરી શકે છે તો આજે તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ વાળને કાળા કરતી વસ્તુઓ


આ પણ વાંચો: Skin Care: શિયાળામાં પણ વધારવી હોય ચહેરાની સુંદરતા તો આ રીતે કરો મલાઈનો ઉપયોગ


બ્લેક ટી


સફેદ વાળને કાળા કરવા માટે બ્લેક ટીનું સોલ્યુશન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તે વાળ માટે ટોનર જેવું કામ કરે છે. તેના માટે સૌથી પહેલા કાળી ચાને પાણીમાં સારી રીતે ઉકાળો. જ્યારે પાણીનો રંગ ડાર્ક બ્લેક થઈ જાય તો ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે વાળમાં અને સ્કેલપમાં આ પાણી રૂ વડે લગાડો અને સારી રીતે મસાજ કરો પાણી જ્યારે સુકાઈ જાય તો વાળને સાફ પાણીથી તેને ધોઈ લો. નિયમિત રીતે આ પાણીનો ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ જોવા મળશે.


આ પણ વાંચો: Dry skin: જો આ પાંચ નુસખા અજમાવશો તો શિયાળામાં નહીં ફાટે હાથ અને પગની ત્વચા


હર્બલ હેર માસ્ક


કેટલીક આયુર્વેદિક વસ્તુઓની મદદથી આ હેર માસ્ક તમે ઘરે પણ બનાવી શકો છો. હેર માસ્ક બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી નીલ, એક ચમચી ત્રિફળા પાવડર. એક ચમચી બ્રાહ્મી પાવડર. બે ચમચી ચા, એક ચમચી આમળાનો પાવડર અને એક ચમચી કોફીને સારી રીતે મિક્સ કરો. હવે આ વસ્તુઓને પાણીમાં ઉમેરીને ધીમા તાપે પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો આ પેસ્ટને ઠંડી કરીને વાળમાં લગાડો. 30 થી 45 મિનિટ પછી પાણીથી વાળને સાફ કરો. નિયમિત રીતે આ હેર માસ્કનો ઉપયોગ કરશો એટલે સફેદ વાળ કાળા થવા લાગશે.


આ પણ વાંચો: ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો.. માર્ચ 2024 સુધીનો સમય છે હજી


મેથી દાણા


મેથીનો ઉપયોગ તમે ભોજનમાં તો ઘણીવાર કર્યો હશે પરંતુ મેથીનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તે તમારા સફેદ વાળને નેચરલી કાળા કરી શકે છે. વાળ માટે મેથીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે મેથીની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાડો અને થોડા કલાક સુધી સુકાવા દો. મેથી સુકાઈ જાય પછી ઠંડા પાણીથી તેને સાફ કરી લો. થોડા દિવસ સુધી નિયમિત આ પ્રોસેસ કરશો એટલે સફેદ વાળ દેખાતા બંધ જ થઈ જશે.


આ પણ વાંચો: રોજ 1 ગ્લાસ પીવું આ એન્ટી એજીંગ જ્યુસ, 50 વર્ષે પણ ત્વચા પર નહીં દેખાય કરચલીઓ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)