Besan Face Packs: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે
Besan Face Packs: ચણાનો લોટ સ્કિન માટે જાદુઈ છે. ચણાના લોટનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત નીખરી જાય છે. ચણાના લોટની મદદથી તમે ફેસમાસ્ક તૈયાર કરી શકો છો જેને લગાડવાથી લાભ થાય છે.
Besan Face Packs: ચહેરાની સુંદરતા વધે તે માટે યુવતીઓ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેમનો પ્રયત્ન સતત એવો હોય કે ત્વચાને કોઈપણ રીતે નુકસાન ન થાય. આ કામમાં ચણાનો લોટ ઉપયોગી સાબિત થશે. ચણાના લોટમાં પ્રોટીન સહિતની વસ્તુઓ હોય છે જે ત્વચાને ગ્લોઇંગ અને સુંદર બનાવે છે. આ વસ્તુઓ સ્કીન માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા
એક્સપર્ટ અનુસાર ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. ચણાનો લોટ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. ત્વચા પર ખીલ થયા હોય અને તેના કારણે ચહેરો ખરાબ દેખાતો હોય તો ચણાનો લોટ મદદરૂપ સાબિત થશે. ચણાના લોટથી સ્કીનની ડલનેસ પણ દૂર થાય છે અને ત્વચા સોફ્ટ બને છે. ચણાનો લોટ ડ્રાય સ્કીનના લોકો માટે સૌથી વધારે ઉપયોગી છે. ચણાના લોટના અલગ અલગ ફેસપેક સ્કીનની અલગ અલગ સમસ્યાને દૂર કરે છે. આજે તમને ચણાના લોટના આવા જ ઉપયોગી ફેસપેકની જાણકારી આપીએ.
આ પણ વાંચો: રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થશે
ઓઇલી સ્કિન માટે
બે ચમચી ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી સ્કીનનું વધારાનું ઓઈલ કંટ્રોલ થશે. ચણાનો લોટ અને દહીં ત્વચાનું વધારાનું તેલ દૂર કરશે. ચણાનો લોટ અને દહીં ગરદન તેમજ ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
આ પણ વાંચો: Haldi: દર 2 દિવસે આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો ચહેરા પર, ફેશિયલ કરાવવું નહીં પડે
ડલ સ્કીન માટે
ચણાના લોટમાં ગુલાબજળ, થોડી હળદર અને મુલતાની માટે મિક્સ કરો. આ મિશ્રણને ગરદન તેમજ ચહેરા પર લગાવો. ત્યાર પછી હળવા હાથે માલીશ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી ત્વચા પર લગાવી રાખો અને પછી સામાન્ય પાણીથી ચહેરો સાફ કરી લો.
આ પણ વાંચો: નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો
ડ્રાયનેસ દૂર કરવા
ચણાના લોટમાં થોડી મલાઈ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર લગાવો. ચણાનો લોટ અને મલાઈ ત્વચાને જરૂરી મોઈશ્ચર પૂરું પાડશે અને સ્કિનને સોફ્ટ બનાવશે. આ પેસ્ટ ચહેરા પર લગાવી સુકાવા દો. જ્યારે તે બરાબર સુકાઈ જાય તો તેને પાણીથી સાફ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)