Haldi: હળદર એવો મસાલો છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં વધારે કરવામાં આવે છે. હળદરમાં એવા તત્વ પણ હોય છે જે સ્કીનની બનાવટમાં પણ સુધારો કરી શકે છે. સ્કીન કેર પ્રોડક્ટમાં પણ હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં સોજા વિરોધી ગુણ હોય છે અને સાથે જ તે સ્કીનની રંગત પણ સુધારી શકે છે. હળદર નો ઉપયોગ કરીને ચહેરા પરથી કાળા ડાઘ પણ દૂર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : એલોવેરા સાથે આ 2 વસ્તુઓ ખાવાનું શરુ કરો, થોડા જ દિવસોમાં લટકતું પેટ અંદર જતું રહેશે


હળદર ચહેરા પરથી ડાઘને દૂર કરવામાં પ્રભાવી સાબિત થઈ શકે છે. જો તમે ચેહરા પરથી કાળા ડાઘ હટાવવા માંગો છો તો હળદરનો ઉપયોગ શરૂ કરો. જો તમે પહેલી વખત હળદરનો ઉપયોગ કરવાના હોય તો પેચ ટેસ્ટ જરૂરથી કરી લેવો. ત્યાર પછી હળદરનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત આ રીતે કરશો તો ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે. 


આ પણ વાંચો : Diabetes: ત્વચા પર દેખાય છે ડાયાબિટીસના આ લક્ષણ, આ સમસ્યાઓને ન કરવી ઈગ્નોર


હળદર ત્વચાને ચમકદાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. હળદરમાં કર્કયુમીન નામનું સક્રિય ઘટક હોય છે. જે ત્વચામાં મેલેનીનના ઉત્પાદનને રોકે છે અને સ્કીન પર ગ્લો જાળવી રાખે છે. જેના કારણે પિગ્મેન્ટેશન થતું અટકે છે. હળદરનું આ રીતે ત્વચા પર ઉપયોગ કરવાથી સ્કીન ટોન પણ સુધરે છે અને ડેમેજ સ્કીન રીપેર થવા લાગે છે. 


હળદર ને કેવી રીતે લગાવવી ચહેરા પર ?


આ પણ વાંચો : કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત


મધ અને હળદર 


ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો હળદર અને મધનો ફેસપેક લગાવી શકાય છે. તેના માટે એક વાટકીમાં ચપટી હળદરમાં મધ મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. અઠવાડિયામાં બે વખત આ રીતે હળદર અપ્લાય કરવાથી ચહેરો ચમકદાર દેખાવા લાગે છે. 


આ પણ વાંચો : Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ


હળદર અને દહીં 


ચહેરા પર પડેલી કાળી ઝાંઈને દૂર કરવી હોય તો હળદર અને દહીંનો ફેસપેક લગાવો. એક વાટકી દહીંમાં હળદર મિક્સ કરી આ મિશ્રણને ચહેરા પર 10 થી 15 મિનિટ માટે લગાવો. તેનાથી સ્કીમ શાંત થશે અને હાઈડ્રેટ રહેશે. ધીરે ધીરે કાળા ડાઘ પણ દૂર થવા લાગશે. 


આ પણ વાંચો : શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો


હળદર અને લીંબુનો રસ 


હળદરમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેને ચહેરા પર અપ્લાય કરો. દસ મિનિટ માટે તેને ચહેરા પર છોડી દો અને પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરો. ત્યાર પછી સ્કિન પર નાળિયેર તેલ અથવા તો મોઈશ્ચરાઈઝર લગાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)