Face Packs for Glowing Skin: બટેટા એવું શાક છે જેમાંથી બનેલી દરેક વાનગી નાના-મોટા સૌને ભાવે છે. પરિવારમાં ઘણા લોકોને કેટલાક શાક ભાવતા નથી. જ્યારે ઘરમાં કોઈનું ન ભાવતું શાક બનવાનું હોય તો તેમાં એક બટેટું ઉમેરી દેવાથી તેની ફરિયાદ દુર થાય છે અને બે શાક બનાવવા પણ પડતા નથી. બટેટા આવું બહુ ઉપયોગી શાક છે કારણ કે તે ખૂબ જ સરળતાથી બધી જ વાનગી સાથે ભળી જાય છે અને નાના મોટા સૌને ભાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાવામાં અલગ અલગ રીતે ઉપયોગમાં આવતા બટેટા વિશે એક વાત તમે જાણતા નહીં હોય. આ વાત એટલે એ કે બટેટા તમારી ત્વચાને પણ ફાયદા કરી શકે છે. આજે તમને ગ્લોઈંગ સ્કિન માટે બટેટાનો ઉપયોગ ફેસ પેક તરીકે કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાની ઘણી સમસ્યા દુર થવા લાગશે. જેમકે ખીલ, ડાઘ, કરચલીઓ, ટેનિંગ વગેરે. બટેટાનો ઉપયોગ આ રીતે કરશો તો આંખ નીચેના કુંડાળા પણ દુર થઈ જશે. 


આ પણ વાંચો:


Dried Lemons Uses: ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ


ઘરે માત્ર 20 રૂપિયાનો કરો ખર્ચ, હેર સ્ટ્રેટનિંગ માટે પાર્લર જવાની પણ નથી જરૂર..


આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા


ચમકતી ત્વચા માટેના ફેસ પેક
 
મુલતાની માટી અને બટેટા
એક બાઉલમાં 2 ચમચી મુલતાની માટી લઈ તેમાં બટેટાનો રસ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો ચહેરા તેમજ ગરદન પર લગાવો. 15 મિનિટ માટે તેને ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસ પેક ચહેરા પરથી વધારાનું તેલ દુર કરે છે.


ટમેટા અને બટેટાનો રસ
એક બાઉલમાં 1 ચમચી ટામેટાંનો રસ, 2 ચમચી મધ અને 1 ચમચી બટેટાનો રસ મિક્સ કરો. પછી તેને ચહેરા પર સારી રીતે લગાવો અને લગભગ 10 મિનિટ સુધી સુકાવા દો. આ ફેસ પેકથી ત્વચાના રોમછિદ્રો સાફ થઈ જાય છે જેના કારણે ખીલની સમસ્યામાંથી રાહત મળે છે.


મધ અને બટેટા
એક બાઉલમાં 1 ચમચી બટાકાનો રસ, 1 ચમચી મધ અને 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર 10 મિનિટ લગાવી રાખો ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ મિશ્રણને અઠવાડિયામાં ત્રણ વખત ફેસ પેક લગાવવાથી ચહેરો ચમકવા લાગે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)