Dried Lemons Uses: ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ, પૈસા થશે વસુલ

Dried Lemons Uses: દરેક ઘરના ફ્રીઝમાં એક, બે કરતાં વધારે લીંબુ રાખેલા જોવા મળે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે માર્કેટમાં ઘણા દિવસો ચાલે તે માટે વધારે લીંબુ લઈ આવીએ છીએ પરંતુ તેનો ઉપયોગ થાય તે પહેલા જ તે સુકાવા લાગે છે. એકવાર લીંબુ સુકાઈ જાય તો તે કડક થઈ જાય છે અને પછી મોટાભાગે ગૃહિણીઓ તેને ફેંકી દેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સુકાયેલા લીંબુનો તમે ઉપયોગ કરી શકો છો?

Dried Lemons Uses: ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ, પૈસા થશે વસુલ

Dried Lemons Uses: લીંબુ એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજ થાય છે. કોઈપણ વાનગી હોય, ચટણી હોય, સલાડ હોય કે પછી શરબત હોય તેમાં લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ દરેક ઘરના ફ્રીઝમાં એક, બે કરતાં વધારે લીંબુ રાખેલા જોવા મળે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે માર્કેટમાં ઘણા દિવસો ચાલે તે માટે વધારે લીંબુ લઈ આવીએ છીએ પરંતુ તેનો ઉપયોગ થાય તે પહેલા જ તે સુકાવા લાગે છે. 

આ પણ વાંચો:

એકવાર લીંબુ સુકાઈ જાય તો તે કડક થઈ જાય છે અને પછી મોટાભાગે ગૃહિણીઓ તેને ફેંકી દેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સુકાયેલા લીંબુનો તમે ઉપયોગ કરી શકો છો? જી હાં એકવાર લીંબુ સુકાઈ જાય તો તે નકામા નથી થઈ જતા તેનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે સુકાયેલા લીંબુને ઉપયોગમાં લઈ શકો છો. 

સુકાયેલા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ?
 

વાનગીમાં આ રીતે કરો ઉપયોગ
લીંબુ સુકાઈ જાય તો પણ તેનો સ્વાદ ખાટો-મીઠો લાગે છે. તેથી તેનો ઉપયોગ તમે સૂપ, સ્ટ્યૂ, કરી વગેરેનો સ્વાદ વધારવા માટે  કરી શકો છો. તમે સૂકા લીંબુને પાણીમાં ઉમેરી અથવા તો હર્બલ ટીમાં પણ ઉકાળીને ઉપયોગમાં લઈ શકો છો.

 
સફાઈ કરવા માટે
સૂકા લીંબુની મદદથી તમે રસોડાના ગંદા થયેલા ચોપિંગ બોર્ડને સાફ  કરી શકો છો. તેના માટે પહેલા ચોપિંગ બોર્ડ પર થોડું મીઠું છાંટો અને ઉપર સુકા લીંબુનો ટુકડો ઘસો. પછી તેને સાફ કરો. તેનાથી તમારું ચોપિંગ બોર્ડ એકદમ સાફ થઈ જશે.
 

ચીકણા વાસણ ધોવા માટે  
કેટલીક વાનગીઓ બનાવ્યા પછી વાસણો ચીકણા થઈ જાય છે. આવા વાસણને સાફ કરવા માટે તમે સુકા લીંબુનો ઉપયોગ કરી શકો છો. સૂકા લીંબુની મદદથી ચીકણા વાસણ સાફ થઈ જાય છે.  
 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news