Makeup Tips: આ 2 તેલનો ઉપયોગ કરશો તો મેકઅપ સરળતાથી થશે રીમૂવ અને ત્વચાની ડ્રાયનેસ પણ થશે દુર
Makeup Tips: મેકઅપ રીમૂવ કરવા માટે યુવતીઓ પાણીથી ચહેરો ધોઈને સંતોષ માની લે છે. પરંતુ હકીકતમાં ખાલી પાણીથી ચહેરો સાફ કરી લેવાથી ન તો મેકઅપ ઉતરે છે અને ન તો આપણી ત્વચા બરાબર સાફ થાય છે. આમ કરવાથી ત્વચા પર ડ્રાયનેસ વધી જાય છે.
Makeup Tips: કોઈ પાર્ટીમાં જવાનું હોય, ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનું હોય કે કોઈ ફંકશન હોય યુવતીઓ મેકઅપ અચૂક કરે છે. મેકઅપ તો સારી રીતે થઈ જાય છે પરંતુ ફંકશન પછી જ્યારે મેકઅપ સાફ કરવાની વાત આવે છે ત્યારે મોટાભાગની યુવતીઓ મોટી ભુલ કરે છે જેના કારણે ચહેરાની ત્વચાને નુકસાન થવા લાગે છે. મેકઅપ રીમૂવ કરવા માટે યુવતીઓ પાણીથી ચહેરો ધોઈને સંતોષ માની લે છે.
પરંતુ હકીકતમાં ખાલી પાણીથી ચહેરો સાફ કરી લેવાથી ન તો મેકઅપ ઉતરે છે અને ન તો આપણી ત્વચા બરાબર સાફ થાય છે. આમ કરવાથી ત્વચા પર ડ્રાયનેસ વધી જાય છે. આજે અમે એવા 2 તેલ વિશે જણાવીએ જેનો ઉપયોગ તમે મેકઅપ રિમૂવર તરીકે કરી શકો છો. આ તેલ ત્વચાને લાભ પણ કરે છે.
આ પણ વાંચો: ગરદન પર વર્ષોથી જામેલી કાળાશ પણ મિનિટોમાં થશે દુર, અજમાવો દાદીમાંના આ નુસખા
બદામનું તેલ
આઇ લાઇનર અને મસ્કરા આ બે આઈ મેકઅપ પ્રોડક્ટ્સને સાફ કરવા સૌથી મુશ્કેલ છે. આઈ મેકઅપને દૂર કરવા માટે બદામનું તેલ ખૂબ જ અસરકારક છે. આઈ મેકઅપ રીમુવર તરીકે બદામના તેલનો ઉપયોગ અવશ્ય કરવો. તેના માટે આંગળીના ટેરવા પર તેલના 2-4 ટીપાં લઈ આંખો પર લગાવો. હવે હળવા હાથ મસાજ કરી તેલ વડે મેકઅપ ઉતારવાનું શરૂ કરો. ત્યારપછી કોટનની મદદથી તેલ સાફ કરો.
આ પણ વાંચો: ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ અપાવશે આ હોમમેડ માસ્ક, 7 દિવસમાં સ્કીનની ડાર્કનેસ થશે દુર
જોજોબા ઓઈલ
જોજોબા ઓઈલ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જોજોબા ઓઈલ પણ બેસ્ટ મેકઅપ રીમુવર તરીકે કામ કરે છે. તેના માટે 1 ચમચી જોજોબા ઓઈલમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. હવે રૂની મદદથી તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. જ્યારે મેકઅપ દૂર થવા લાગે ત્યારે તમારો ચહેરો ધોઈ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)