Fashion News : આપણે ઘણી વખત ઘરેણાં સાફ કરતી વખતે ડરતા હોઈએ છીએ. આપણને લાગે છે કે ઘરમાં સાફ કરવાથી આ કિંમતી ઘરેણાં બગડી શકે છે, પરંતુ જો થોડીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે તમારા ઘરેણાંને ઘરમાં નવા જેવા ચમકાવી શકો છો. હંમેશા યાદ રાખો કે આ દાગીનાને સાફ કરવાની અલગ પદ્ધતિ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિલ્વર જ્વેલરીને પોલિશ કરવા માટે, એક નાના બાઉલને એલ્યુમિનિયમ ફોઇલથી ઢાંકી દો અને તેને ગરમ પાણીથી ભરો. હવે તેમાં એક ચમચી કોઈપણ બ્લીચ ફ્રી ડીટરજન્ટ પાવડર ઉમેરો. તમારા દાગીનાને આ સોલ્યુશનમાં લગભગ એક મિનિટ ડૂબાડીને રાખો અને પછી તેને હળવા હાથે ઘસો. તેમને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી સૂકવી દો.


ચાંદી અથવા સોનાની સાંકળા સાફ કરવા માટે, એક કપ ગરમ પાણીમાં અડધો કપ એમોનિયા ઉમેરો અને સાંકળઆને 10 મિનિટ માટે બોળી રાખો. પછી તેને ચોખ્ખા કપડાથી લુછીને સુકવી દો. ધ્યાન રાખજો કે એમોનિયાથી મોતીના દાગીનાને સાફ ના કરશો. મોતીની ચમક જતી રહેશે.


આ પણ વાંચો : 


શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર બગડ્યા : પેપરલીક પર આપ્યું મોટું નિવેદન


તો શું JEE નું પેપર પણ ફૂટશે? પેપર ફોડનારા આરોપીની સંસ્થાને અપાયું છે JEE ની પરીક્ષા


જો ચાંદીના દાગીના કાળા થઈ ગયા હોય તો બેકિંગ સોડામાં પાણી ઉમેરી અને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્પોન્જમાં લો અને આ જ્વેલરીને હળવા હાથે સાફ કરો. જો દાગીના સોનાના હોય તો બેકિંગ સોડાનું પાતળું દ્રાવણ બનાવીને સાફ કરો. જેમાં મોંઘા મોતી કે સ્ટોન હોય તેવા દાગીનાને બેકિંગ સોડા વડે સાફ ના કરશો. નહીં તો તેની ચમક ઘટી જશે. બાદમાં તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો.


ચાંદીના વાસણો, મૂર્તિઓ અને ઘરેણાંને પોલિશ કરવા માટે, અડધા કપ સફેદ સરકામાં 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને ચાંદીને 2-3 કલાક માટે ડુબાડી રાખો. પછી તેમને ઠંડા પાણીથી ધોઈ લો અને કપડાથી લૂછી લો.


આ પણ વાંચો : 


આ છે પેપર ફોડનારી ગેંગ, તમામ 16 આરોપીઓની કરમકુંડળી સામે આવી ગઈ


તમે ગરમ પાણી અને વાસણ ધોવાના સાબુનો ઉપયોગ કરીને ચાંદીના દાગીના સાફ કરી શકો છો.
ચાંદીના દાગીનાને ખાટા દહીંમાં એક કલાક પલાળીને રાખો. તમામ ગંદકી દૂર થઈ જશે.
બાફેલા બટાકાના પાણીમાં પલાળી રાખવાથી પણ ચાંદી સાફ થઈ જાય છે.


ટોમેટો કેચપ આસાનીથી ચાંદીના દાગીનાને ચમકાવી શકે છે. કાળા પડી ગયેલા ચાંદી પર થોડું ટોમેટો કેચપ લગાવો અને જ્યાં સુધી ચાંદી ચમકવા ના લાગે ત્યાં સુધી ઘસો. બાદમાં સ્વચ્છ પાણીથી ધોઈ લો.


જો તમે ચાંદીમાં ઝટપટ ચમક લાવવા માગતા હોવ તો તેને વાઈટ ટૂથ પાઉડરથી ઘસીને સાફ કરો. જ્વેલરી સાફ કરવા માટે માત્ર પાતળા મલમલના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. કપડા પર થોડો ટુથ પાઉડર લગાવીને ઘસો. ચાંદી ચમકશે. જો તમારી પાસે ટૂથ પાવડર નથી, તો તમે તેને સફેદ ટૂથપેસ્ટથી પણ સાફ કરી શકો છો. જો કે, ટૂથપેસ્ટનું પરિણામ ટૂથ પાવડર જેટલું સારું નથી.


આ પણ વાંચો : પેપર ફોડનારા આરોપીઓ જીવે છે વૈભવી જીવન, ઈર્ષ્યા થાય તેવી હાર્દિક શર્માની સંપત્તિ